<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

બનાસકાંઠામાં જિલ્લા સંગઠન માટે વાતચીતના અભાવને કારણે પ્રશ્ન ઊભો થયો:કોંગ્રેસના આંતરિક વિવાદ મામલે પ્રવક્તા મનીષ દોશીએ વળતો જવાબ આપ્યો

પ્રદેશ સમિતિ બંને જિલ્લાઓમાં કાર્યકરોને સ્થાન મળે તે માટે પ્રયાસ કરતી હોવાનું જણાવી ક્યાંક ચૂક રહી જતાં સંગઠન સ્થગિત કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો.

બનાસકાંઠા કૉંગ્રેસના આંતરિક વિવાદ મામલે ભાજપના પ્રહારો વચ્ચે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠામાં જિલ્લા સંગઠન માટે વાતચીતના અભાવને કારણે પ્રશ્ન ઊભો થયો છે. પ્રદેશ સમિતિ બંને જિલ્લાઓમાં કાર્યકરોને સ્થાન મળે તે માટે પ્રયાસ કરતી હોવાનું તેમણે જણાવ્યું. ક્યાંક ચૂક રહી જતાં સંગઠન સ્થગિત કરવામાં આવ્યું હોવાનો દાવો કર્યો હતો 

 ભાજપ પર પ્રહાર કરતાં મનીષ દોશીએ કહ્યું કે, ભાજપ લાજવાને બદલે ગાજી રહ્યું છે. તેમણે ભરૂચ, રાજકોટ અને ભાજપના જૂના-નવા નેતાઓ વચ્ચેના મતભેદોનો ઉલ્લેખ કરી સવાલો ઉઠાવ્યા. દારૂ અને બેરોજગારીના મુદ્દે ભાજપ વાત કરવાથી ભાગી રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. કોંગ્રેસને સલાહ આપવાને બદલે ભાજપે પોતાના આંતરિક પ્રશ્નો તરફ નજર કરવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું .

(7:03 PM IST)