<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

કુંવરજીભાઈ મહુડીમા ગોબરધન પ્રોજેક્‍ટના લાભાર્થીઓની પ્રત્‍યક્ષ મુલાકાતે : કામગીરી નિહાળી

લાભાર્થીના ઘરે ગોબરગેસ પ્‍લાન્‍ટ અને રસોડા સુધી જઈ સમગ્ર પ્રક્રિયાનું સ્‍વનિરીક્ષણ કર્યુઃ ભવિષ્‍યમાં એલપીજી ગેસ સિલિન્‍ડર કરતાં પણ વધુ સરળ અને સહજ રીતે ગ્રામજનોને રાંધણ ગેસ મળી રહે તે આ મુલાકાતનો મુખ્‍ય હેતુઃ કુંવરજીભાઈ બાવળીયા

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૨: ગુજરાતના ગ્રામીણ વિસ્‍તારોમાં સ્‍વચ્‍છતા, ઊર્જા સુરક્ષા અને ટકાઉ વિકાસને નવી દિશા આપવા માટે રાજ્‍ય સરકાર દ્વારા ‘ગોબરધન' યોજનાનું અસરકારક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે આ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્‍લાના માણસા તાલુકાના મહુડી ગામ ખાતે ગ્રામ વિકાસ કેબિનેટ મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ ગોબરધન પ્રોજેક્‍ટના લાભાર્થીઓની મુલાકાત લીધી હતી.

મહુડી ગામના ગોબરધન યોજનાના લાભાર્થી રાઠોડ ભરતસિહ સાથે મંત્રીએ ગોબરગેસનો ઉપયોગ શરૂ કર્યા પહેલાં અને પછીની પરિસ્‍થિતિ અંગે રૂબરૂ ચર્ચા કરી હતી અને સ્‍થળ પર જઈ ગોબરગેસ પ્‍લાન્‍ટની સાથે સાથે લાભાર્થીના રસોડા સુધી પહોંચી આ સમગ્ર પ્રક્રિયાનું સ્‍વનિરીક્ષણ કર્યું હતું અને પ્‍લાન્‍ટની ઉપયોગિતા અંગે મેળવેલા સંતોષકારક પ્રતિસાદ બદલ ખુશી વ્‍યક્‍ત કરી હતી.

આ તકે કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્‍યું હતું કે, સ્‍વચ્‍છ ભારત મિશન (ગ્રામીણ) અને ગ્રામ વિકાસ વિભાગના સંકલનથી અમલી બનેલી ગોબરધન યોજના ગ્રામીણ પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે મહુડી ગામમાં પ્રાયોગિક ધોરણે ૧૫ જેટલા લાભાર્થીઓને આ યોજનાનો લાભ આપી સફળ શરૂઆત કરવામાં આવી છે અને ભવિષ્‍યમાં એલપીજી ગેસ સિલિન્‍ડર કરતાં પણ વધુ સરળ અને સહજ રીતે ગ્રામજનોને રાંધણ ગેસ મળી રહે તે આ મુલાકાતનો મુખ્‍ય હેતુ છે.

પશુપાલન વિભાગ,દૂધ ડેરીઓ, કૃષિ ક્ષેત્ર અને સહકારી મંડળીઓના સુદ્રઢ સંકલનથી વધુમાં વધુ ગ્રામીણ પરિવારોને ગોબરધન યોજના હેઠળ આવરી લેવાની કામગીરી પૂરઝડપે ચાલી રહી છે જેમાં જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સી દ્વારા લાભાર્થી દીઠ રૂ.૨૫ હજાર સુધીની નાણાકીય સહાય પૂરી પાડીને આધુનિક બાયોગેસ પ્‍લાન્‍ટ સ્‍થાપવામાં મદદ કરવામાં આવે

રાજ્‍યમાં અત્‍યાર સુધીમાં ૧૪,૩૦૮ લાભાર્થીઓને સીધો લાભ મળ્‍યો છે. રાજ્‍યભરમાં દરરોજ આશરે ૨૮,૬૧૬ ઘન મીટર ઘરગથ્‍થું સ્‍વચ્‍છ બાયોગેસનું ઉત્‍પાદન થઈ રહ્યું છે.

વર્તમાન વૈશ્વિક ઊર્જા સંકટના સમયમાં ગોબરધન યોજના સ્‍થાનિક સ્‍તરે અખૂટ અને પુનઃપ્રાપ્‍ય ઊર્જાના સશક્‍તસ્ત્રોત તરીકે ઊભરી આવી છે, જે ગ્રામીણ ગુજરાતને ઊર્જા ક્ષેત્રે આત્‍મનિર્ભર બનાવી રહી છે.

કુંવરજીભાઈ સાથે જીલ્‍લા ઞ્રામ વિકાસ એજન્‍સીના ડાયરેક્‍ટર નીલોફર શેખ અને સ્‍વચ્‍છ ભારત મિશનના ડેપ્‍યુટી કમિશનર નયના પાટડીયા જોડાયા હતા.

(9:51 AM IST)