<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

વડોદરાથી સગીરાના અપહરણ અને દુષ્કર્મ :પરિવારજનો દ્વારા ‘લવ જેહાદ’નોઆક્ષેપ: પોલીસ તપાસનો ધમધમાટ

યુવકે સગીરાને પરત મોકલવા બદલ ₹1 લાખની માંગણી કરી,સગીરાના ઘરેણાં અને મોબાઈલ ફોન પણ વેચી નાખ્યા હોવાનો આક્ષેપ

વડોદરા શહેરમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના ગંભીર આરોપો સાથેનો એક કેસ સામે આવ્યો છે. પરિવારનો આરોપ છે કે આ સમગ્ર ઘટનામાં ‘લવ જેહાદ’નો એંગલ છે. જોકે, પોલીસ દ્વારા હાલ કેસની વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે અને આ અંગે સત્તાવાર રીતે કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.

ફરિયાદ મુજબ, રાજસ્થાનના અજમેર જિલ્લાના એક યુવકે વડોદરામાંથી સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને પોતાની સાથે રાજસ્થાન લઈ જઈ દુષ્કર્મ આચર્યો હોવાનો આરોપ છે.

ફરિયાદમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે યુવકે સગીરાને પરત મોકલવા બદલ ₹1 લાખની માંગણી કરી હતી. ઉપરાંત સગીરાના ઘરેણાં અને મોબાઈલ ફોન પણ વેચી નાખ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

સગીરાની માતાએ સમગ્ર મામલે વડોદરાના અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢીને આરોપીના કબજામાંથી મુક્ત કરાવવામાં આવી હતી.

પોલીસ હવે મુખ્ય આરોપી સલીમની શોધખોળ કરી રહી છે. કેસમાં અપહરણ, દુષ્કર્મ, ખંડણી સહિત લાગુ પડતી કલમો હેઠળ તપાસ આગળ વધી રહી છે. પોલીસનું કહેવું છે કે તમામ પુરાવા અને નિવેદનોના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(9:44 PM IST)