તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 13th May 2026
ખેડબ્રહ્માના તલાટી હેમેન્દ્રસિંહ રહેવરે રેલવે ટ્રેક પર જોખમી સ્ટન્ટ કર્યો :બ્રોડગેજ ટ્રેક પર પોતાની ખાનગી કાર દોડાવી
કાર ટ્રેક પર જ ફસાઈ જતા ટ્રેન સેવા ગંભીર રીતે અવરોધાઈ: રેલવે અધિકારીઓએ ક્રેનની મદદથી કારને ટ્રેક પરથી હટાવી:પોલીસે કાર જપ્ત કરીને તલાટી સામે કાયદેસરની કાર્યવાહી કરી

સાબરકાંઠામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ખેડબ્રહ્માના તલાટી હેમેન્દ્રસિંહ રહેવરે રેલવે ટ્રેક પર જોખમી સ્ટન્ટ કર્યો છે.
મળતી માહિતી મુજબ તેમણે બ્રોડગેજ રેલવે ટ્રેક પર પોતાની ખાનગી કાર દોડાવી હતી અને ધાણધા ફાટકથી મહેતાપુરા ફાટક સુધી ટ્રેક પર કાર ચલાવવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન કાર ટ્રેક પર જ ફસાઈ જતા ટ્રેન સેવા ગંભીર રીતે અવરોધાઈ હતી અને રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક રેલવે અધિકારીઓએ ક્રેનની મદદથી કારને ટ્રેક પરથી હટાવી હતી. ત્યારબાદ રેલવે પોલીસે કાર જપ્ત કરીને તલાટી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
