<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

ખેડાના માતર-તારાપુર રોડ પર ઈકો ગાડી અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત: ત્રણ લોકોના મોત :ચાર લોકોને ઇજા

ખોડિયાર ચોકડી નજીક અકસ્માત : ઈજાગ્રસ્તોને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડાયા :ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કલ્પેશ પરમાર સ્થળે પહોંચ્યા

ખેડાના માતર-તારાપુર રોડ પર ખોડિયાર ચોકડી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી મચી ગઈ છે. ઈકો ગાડી અને રિક્ષા વચ્ચે થયેલી ટક્કરમાં ત્રણ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતમાં અન્ય ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

 

પ્રાપ્ત માહિતી મુજબ, માતર-તારાપુર રોડ પર ખોડિયાર ચોકડી નજીક ઈકો ગાડીએ રિક્ષાને ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો. જ્યારે ચાર જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા.

 

 

અકસ્મતની જાણ થતાં સ્થાનિક લોકો અને સંબંધિત તંત્ર દ્વારા રાહત કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. અકસ્માતને પગલે રોડ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

 

 

ઘટનાની જાણ થતાં માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘટનાની સ્થિતિની જાણકારી મેળવી હતી અને જરૂરી મદદ અંગે માહિતી મેળવી હતી. બીજી તરફ, અકસ્માતની જાણ થતાં માતર પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

 

અકસ્મતની સમગ્ર ઘટના અંગે માતર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને ટક્કરનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માતને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસની તપાસ બાદ અકસ્માત અંગે વધુ વિગતો સામે આવી શકે છે.

(9:53 PM IST)