News of Wednesday, 17th June 2026
ખેડા જિલ્લાને ભવિષ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો લાભ મળશે: ઉત્તરસંડા પાસે બુલેટ ટ્રેનનું નવું સ્ટોપેજ બનાવવામાં આવશે
સ્ટોપેજ કાર્યરત થવાથી આસપાસના વિસ્તારોમાં નવો સીટી એરિયા વિકસશે: નડિયાદ અને આણંદ એક 'ટ્વીન સિટી' તરીકે વિકસશે

સાંસદ દેવુસિંહ ચૌહાણે મોદી સરકારના 12 વર્ષના સુશાસન અને વિકાસ કાર્યોની માહિતી આપતા જણાવ્યું હતું કે, ખેડા જિલ્લાને ભવિષ્યમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પણ લાભ મળશે. ઉત્તરસંડા પાસે બુલેટ ટ્રેનનું નવું સ્ટોપેજ બનાવવામાં આવશે. આ સ્ટોપેજ કાર્યરત થવાથી આસપાસના વિસ્તારોમાં નવો સીટી એરિયા વિકસશે. જેના પરિણામે નડિયાદ અને આણંદ હવે એક 'ટ્વીન સિટી' તરીકે વિકસશે, જે આર્થિક રીતે સમગ્ર વિસ્તાર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લાના આગામી વિકાસના કાર્યોની વિસ્તૃત રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવાનો છે. રસ્તાઓ, રેલવે અને અન્ય કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી ખેડા જિલ્લાના ઉદ્યોગો અને ખેતીવાડી ક્ષેત્રે પણ સકારાત્મક અસર જોવા મળશે. આ પ્રોજેક્ટ્સથી સ્થાનિક રોજગારીની તકોમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.
(11:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
