<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

દાહોદના ખરોદા ગામમાં ઘરની બહાર નીકળેલા પ્રૌઢ પર કડાકાભેર આકાશી વીજળી પડતા મોત

વીજળીનો ઝટકો એટલો જોરદાર હતો કે વરસિંગભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું

દાહોદના ખરોદા ગામમાં ચોમાસાના માહોલ વચ્ચે એક ગમખ્વાર અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. ગામના મોટી બારમ ફળિયામાં રહેતા 59 વર્ષીય વરસિંગભાઈ દેવસનભાઈ નિનામા પોતાના ઘરની બહાર નીકળ્યા હતા, તે જ સમયે અચાનક તેમના પર કડાકાભેર આકાશી વીજળી ત્રાટકી હતી. વીજળીનો ઝટકો એટલો જોરદાર હતો કે વરસિંગભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકાળે થયેલા અવસાનથી સ્થાનિક પંથક અને પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.

 

(9:50 PM IST)