તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
કેવડિયા કોલોનીમાં સિગારેટ નહી આપનાર ગલ્લા વાળાએ ગ્રાહકને લાકડાના ધોકા વડે માર મારી ફેક્ચર કર્યું
ઇજાઓ કરી જતા જતા કહેતો હતો કે આજે તો તું બચી ગયો. હવેથી જો તું મળીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે નજીવી બાબતે પાનના ગલ્લા વાળાએ ગ્રાહકને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગુનો દાખલ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વિનુભાઈ બચુભાઈ તડવી (રહે,પુંજારા ફળિયું કોઠી ગામ તા. ગરુડેશ્વર જિ. નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની દુકાનેથી ઘરે જતા તે વખતે રસ્તામાં કલ્પેશભાઈ ઉર્ફે બોબી રામુભાઈ તડવી( રહે કોઠી ગામ તા. ગરુડેશ્વર જિ. નર્મદા )નાઓ નો પાન સિગારેટનો ગલ્લો હોય ત્યાં વિનુભાઇએ સિગારેટ માંગેલ અને વીસ રૂપીયા આપેલ તો કલ્પેશભાઈએ વિનુભાઇને સિગારેટ આપેલ નહીં અને જણાવેલ કે તારા આગળના સો રૂપિયા બાકી છે તેમ કહી જેમ તેમ ગાળો બોલતા, ગાળો બોલવાની ના પાડતા કલ્પેશભાઈ એકદમ ઉશ્કેરાઇ જઇ તેના ગલ્લામાંથી લાકડાનો ધોકો લઈ વિનુભાઇ ને જમણા પગના ઘુટણની નીચે મારી દઇ જમણા પગે ઘુટણ ના નીચે ફેકચર કરી તેમજ શરીરે નાની મોટી મોટી ઇજાઓ કરી જતા જતા કહેતો હતો કે આજે તો તું બચી ગયો. હવેથી જો તું મળીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ગુનો કરતા એકતાનગર પોલીસે કલ્પેશભાઈ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
(11:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
