News of Sunday, 31st May 2026
ડીસાના જેરડાના કેદારનગરમાં પીવાલાયક પાણી ન મળતા ગામલોકોની સ્થિતિ ભારે કફોડી બની
ગંદુ પાણી આવતુ હોવાથી લોકો મિનરલ વોટર લેવા મજબૂર બન્યા :ગામ લોકો પીવાના પાણી માટે ટેન્કરના સહારે: ઉનાળામાં બે કિલોમીટર દૂરથી પીવાનું પાણી લાવવું પડે છે

બનાસકાંઠાઃ ડીસા તાલુકાના જેરડા ગામે પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. જેરડાના કેદારનગરમાં પીવાલાયક પાણી ન મળતા ગામલોકોની સ્થિતિ ભારે કફોડી બની ગઈ છે. ગંદુ પાણી આવતુ હોવાથી લોકો મિનરલ વોટર લેવા મજબૂર બન્યા છે. ગામ લોકો પીવાના પાણી માટે ટેન્કરના સહારે છે. ઉનાળામાં બે કિલોમીટર દૂરથી પીવાનું પાણી લાવવું પડે છે. ગ્રામપંચાયતને રજૂઆત બાદ પણ પરિણામ ન આવ્યાનો આક્ષેપ ગામલોકો કરી રહ્યા છે ત્યારે હવે ગ્રામજનોએ પંચાયતને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
