<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

કે.ડી. હોસ્‍પિટલ દ્વારા અદ્યતન કે.ડી. કેન્‍સર સેન્‍ટરની શરૂઆત

કેન્‍સર સારવારમાં નવી હરણફાળ

અમદાવાદ : કે ડી હોસ્‍પિટલ દ્વારા અદ્યતન કે ડી કેન્‍સર સેન્‍ટરની શરૂઆત જાહેર કરવામાં આવી છે. એક એવું કેન્‍દ્ર, જ્‍યાં આધુનિક વિજ્ઞાન અને ટેક્રોલોજી માનવીય સંવેદનાશીલતા સાથે જોડાય છે, અને જ્‍યાં દરેક દર્દીની સારવારની સફર આશા, ગૌરવ અને ચોકસાઈ સાથે આગળ વધે છે. આ માત્ર એક નવી મેડિકલ સુવિધાની શરૂઆત નથી, પરંતુ આશા, આરોગ્‍ય અને નવી જિંદગી તરફના અનેક નવા પ્રવાસોની શરૂઆત છે. કે ડી કેન્‍સર સેન્‍ટરને કેન્‍સર જેવી જટિલ બીમારી સામે એક સર્વગ્રાહી અને સુવ્‍યવસ્‍થિત સારવાર પ્રદાન કરવા માટે વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્‍યું છે.

કે ડી હોસ્‍પિટલના મેનેજિંગ ડિરેક્‍ટર ડૉ. આદિત દેસાઈએ જણાવ્‍યું હતું કે, ‘‘આ કેન્‍સર સેન્‍ટર માત્ર બીમારીની સારવાર માટે નથી, પરંતુ આશાને ફરી જીવંત કરવા, જીવનને નવી દિશા આપવા અને કેન્‍સર સારવારને વધુ સંવેદનશીલ અને ગૌરવપૂર્ણ બનાવવા માટેનું એક મહત્‍વપૂર્ણ પગલું છે. Versa HD Linear Accelerator, Brachytherapy, uMI 550 Digital PET-CT, GE NM 850 SPECT/CT અને Da Vinci X Robotic Surgical System જેવી અદ્યતન ટેકનોલોજી સાથે હવે ચોકસાઈભર્યું કેન્‍સર નિદાન અને સારવાર દર્દીઓ સુધી વધુ નજીક પહોંચશે.'' (તસ્‍વીર : કેતન ખત્રી, અમદાવાદ) 

(2:21 PM IST)