News of Friday, 24th July 2026
સુરતના ઓલપાડનું કઠોદરા ગામ કીમ નદી અને ગટરના પાણીથી ચારેય તરફથી ઘેરાઈ જતા સંપર્ક વિહોણું બન્યું
ગામના મુખ્ય માર્ગ પર કેડસમા પાણી ભરાતા કઠોદરા બેટમાં ફેરવાયું: અંદાજે 1800 જેટલા રહીશો ફસાયા:કીમ નદી કાંઠાના ગામોને એલર્ટ

સુરતના ઓલપાડ તાલુકાનું કઠોદરા ગામ કીમ નદી અને ગટરના પાણીથી ચારેય તરફથી ઘેરાઈ જતા સંપર્ક વિહોણું બન્યું છે. ગામના મુખ્ય માર્ગ પર કેડસમા પાણી ભરાતા કઠોદરા બેટમાં ફેરવાયું છે અને અંદાજે 1800 જેટલા રહીશો ફસાયા છે. કીમ નદી કાંઠાના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ઓલપાડ, માંગરોળ અને હાંસોટ તાલુકામાં પૂરની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. સાવચેતીના ભાગરૂપે પોલીસે કીમ-કોસંબા મુખ્ય માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કર્યો છે.
(1:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
