તા. ૨૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧૦ સોમવાર
News of Tuesday, 21st July 2026
કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન ખાતે નવું સ્ટોપેજ મંજુર કરાયું
વલસાડ સુધી ચાલતી બોરીવલી-વલસાડ મેમૂ (69139) સેવાને હવે સુરત સુધી વિસ્તારવાનો મહત્વનો નિર્ણય લેવાયો

કર્ણાવતી એક્સપ્રેસને નવસારી સ્ટેશન ખાતે નવું સ્ટોપેજ મંજૂર કરાયું છે સ્થાનિકો અને દૈનિક પ્રવાસીઓની વર્ષો જૂની માંગણીને આખરે રેલવે બોર્ડ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. વલસાડ સુધી ચાલતી બોરીવલી-વલસાડ મેમૂ (69139) સેવાને હવે સુરત સુધી વિસ્તારવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ રજૂઆત કરી સફળતા મેળવી. સુરત અને મુંબઈ તરફ જવા-આવવા માટે દક્ષિણ ગુજરાતના નાગરિકોની મુસાફરી વધુ સરળ બનશે. વંદે ભારત એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ જેવી પ્રખ્યાત ટ્રેનોના સ્ટોપેજ અંગે પણ ટૂંક સમયમાં હકારાત્મક સમાચાર મળી શકે છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
