તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 18th July 2026
કપરાડા ૪ ઇંચ, ખેરગામ, કામરેજ, પેટલાદ અને સોજીત્રા ૨ ઇંચ : રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૨૬% નોંધાયો
રાજ્યના ૨૫ જિલ્લાના ૯૫ તાલુકાઓમાં મેઘામહેર

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : મેઘરાજાએ રાજ્યભરમાં ધુંઆધાર બેટિંગ કર્યા બાદ જાણે પાછા ખોવાઈ ગયા છે, છેલ્લા બે દિવસથી હળવો વરસાદ પડી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૨૫ જીલ્લાના ૯૫ તાલુકાઓમાં હળવાથી ૪ ઇંચ વરસાદ નોંધાવા સાથે રાજ્યનો સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૨૬.૦૨% નોંધાયો છે.
ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો, વલસાડ જિલ્લામાં સૌથી વધુ કપરાડા ખાતે ૯૪ મી.મી. (૩.૭૦ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નાનાપોંઢા ખાતે ૩૭ મી.મી., ધરમપુર ખાતે ૨૭ મી.મી., વલસાડ ખાતે ૨૧ મી.મી., પારડી ખાતે ૨૦ મી.મી., ઉમરગામ ખાતે ૧૭ મી.મી. તથા વાપી ખાતે ૫ મી.મી. વરસાદ નોંધાયો હતો.
નવસારી જિલ્લામાં ખેરગામ ખાતે ૫૫ મી.મી. (૨.૧૭ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત વાંસદા ખાતે ૨૦ મી.મી., નવસારી ખાતે ૧૨ મી.મી., ચીખલી ખાતે ૪ મી.મી. તથા જલાલપોર ખાતે ૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.
સુરત જિલ્લામાં કામરેજ ખાતે ૫૪ મી.મી. (૨.૧૩ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત પલસાણા ખાતે ૩૬ મી.મી., બારડોલી ખાતે ૨૫ મી.મી., ઉમરપાડા ખાતે ૧૭ મી.મી., અંબિકા ખાતે ૧૫ મી.મી., સુરત શહેર ખાતે ૧૩ મી.મી., મહુવા ખાતે ૧૧ મી.મી., માંગરોળ ખાતે ૧૦ મી.મી., અરેઠ ખાતે ૯ મી.મી. તથા માંડવી ખાતે ૫ મી.મી. વરસાદ નોંધાયો હતો.
આણંદ જિલ્લામાં પેટલાદ ખાતે ૫૨ મી.મી. (૨.૦૫ ઇંચ) અને સોજીત્રા ખાતે ૫૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત આણંદ ખાતે ૧૭ મી.મી., તારાપુર ખાતે ૬ મી.મી., ખંભાત ખાતે ૪ મી.મી., બોરસદ ખાતે ૪ મી.મી. તથા ઉમરેઠ ખાતે ૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.
પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા ખાતે ૪૫ મી.મી. (૧.૭૭ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કાલોલ અને હાલોલ ખાતે ૬-૬ મી.મી. તેમજ ગોધરા ખાતે ૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.
ભરૂચ જિલ્લામાં વાલિયા ખાતે ૩૦ મી.મી. (૧.૧૮ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત નેત્રંગ ખાતે ૧૯ મી.મી., ભરૂચ ખાતે ૧૧ મી.મી., અંકલેશ્વર ખાતે ૭ મી.મી., આમોદ ખાતે ૬ મી.મી., ઝઘડિયા ખાતે ૩ મી.મી. તથા વાગરા ખાતે ૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.
ડાંગ જિલ્લામાં વઘઈ ખાતે ૨૪ મી.મી. (૦.૯૪ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત આહવા ખાતે ૧૫ મી.મી. તથા સુબીર ખાતે ૧૪ મી.મી. વરસાદ નોંધાયો હતો.
વડોદરા જિલ્લામાં સિનોર ખાતે ૨૨ મી.મી. અને કરજણ ખાતે ૨૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. ઉપરાંત ડભોઈ ખાતે ૧૩ મી.મી., સાવલી ખાતે ૫ મી.મી. તથા દેસર ખાતે ૩ મી.મી. વરસાદ નોંધાયો હતો.
નર્મદા જિલ્લામાં તિલકવાડા ખાતે ૨૨ મી.મી. (૦.૮૭ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ઉપરાંત સાગબારા ખાતે ૧૯ મી.મી., ચીખદા ખાતે ૧૦ મી.મી., નાંદોદ ખાતે ૯ મી.મી. તથા ડેડીયાપાડા ખાતે ૬ મી.મી. વરસાદ નોંધાયો હતો.
બોટાદ જિલ્લામાં બરવાળા ખાતે ૨૧ મી.મી. અને બોટાદ ખાતે ૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લામાં માતર ખાતે ૧૮ મી.મી., નડિયાદ, વાસો અને ખેડા ખાતે ૫-૫ મી.મી. તેમજ મહુધા અને ઠાસરા ખાતે ૨-૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.
છોટાઉદેપુર જિલ્લામાં સંખેડા ખાતે ૧૩ મી.મી., જેતપુર પાવી ખાતે ૫ મી.મી., નસવાડી ખાતે ૪ મી.મી. તથા કવાંટ ખાતે ૩ મી.મી. વરસાદ નોંધાયો હતો.
તાપી જિલ્લામાં વ્યારા ખાતે ૧૨ મી.મી., સોનગઢ અને નિઝર ખાતે ૮-૮ મી.મી., વાલોડ ખાતે ૭ મી.મી. તથા ઉકાઈ અને ડોલવણ ખાતે ૪-૪ મી.મી. વરસાદ નોંધાયો હતો. અમદાવાદ જિલ્લામાં સાનંદ ખાતે ૫ મી.મી. તથા ધોલેરા ખાતે ૨ મી.મી. વરસાદ નોંધાયો હતો.
કચ્છ જિલ્લામાં ભચાઉ ખાતે ૪ મી.મી. તથા નખત્રાણા ખાતે ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો.
દાહોદ જિલ્લામાં ગરબાડા ખાતે ૩ મી.મી., જ્યારે ધાનપુર તથા દેવગઢ બારિયા ખાતે ૧-૧ મી.મી. વરસાદ નોંધાયો હતો.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
