News of Monday, 2nd November 2026
મહેસાણાના ગોઝારિયાની અલ્કાપુરી સોસાયટીમાં ઘરના આંગણામાં રમી રહેલા બાળક પર કપિરાજે હુમલો કર્યો
ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો: ઘરની બહાર રમતા બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં પણ ચિંતા

મહેસાણાના ગોઝારિયામાં કપિરાજના આતંકની ઘટના સામે આવી છે. ગોઝારિયાની અલ્કાપુરી સોસાયટીમાં ઘરના આંગણામાં રમી રહેલા બાળક પર કપિરાજે અચાનક હુમલો કર્યો હતો. કપિરાજે બાળકનો પગ ખેંચી તેને નિશાન બનાવ્યું હતું અને ત્યારબાદ ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘરની બહાર રમતા બાળકોની સુરક્ષાને લઈને વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિકોએ કપિરાજના આતંકથી છુટકારો અપાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માગ કરી છે.
(1:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
