<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

કડી નાગરિક સહકારી બેંક પર RBIની આકરી કાર્યવાહી : નિયમોના ઉલ્લંઘન બદલ ફટકાર્યો ₹16.30 લાખનો દંડ

બેંકિંગ નિયમો અને એડવાન્સિસ મેનેજમેન્ટમાં ગંભીર ઉલ્લંઘન બદલ આ કડક કાર્યવાહી

મહેસાણા જિલ્લાની શ્રી કડી નાગરિક સહકારી બેંક પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા ₹16.30 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકિંગ નિયમો અને એડવાન્સિસ મેનેજમેન્ટમાં ગંભીર ઉલ્લંઘન બદલ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે બેંકે કનેક્ટેડ ગ્રાહકો માટેની નિર્ધારિત ધિરાણ મર્યાદા (Prudential Exposure Limit) નો ભંગ કર્યો હતો અને લોન આપ્યા બાદ તે ફંડનો ઉપયોગ ક્યાં થયો તેની ખાતરી કરવામાં પણ નિષ્ફળ રહી હતી. બેંકિંગ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓ હેઠળ RBIએ 6 મે, 2026 ના રોજ આ દંડનો આદેશ જારી કર્યો છે.

(12:15 AM IST)