તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
જેમ એક કલાકાર કેનવાસને આકાર આપે છે, તેમ તમારા જીવનને કંડારોઃ સુરતમાં સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનો સંદેશ

સુરતઃ દાઉદી બોહરા સમાજના ૫૩મા ધર્મગુરુ પરમપાવન સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબે પોતાના અને તેમના સ્વર્ગસ્થ પિતાશ્રીના જન્મદિવાસોની સ્મળતિમાં મસ્જિદ-એ-મોઅઝ્ઝમ ખાતે વાઇઝ (ધર્મસભા) ફરમાવી હતી. પોતાના પ્રવચનમાં, તેમણે એક સારો જીવનશૈલી જીવવા માટે સમાજને માર્ગદર્શન આપતા કલાકારના ગુણો દાખવ્યા હતા. આ પ્રસંગે ભારત અને વિદેશથી લગભગ ૮૫,૦૦૦ દાઉદી બોહરાઓ સુરતમાં એકઠા થયા હતા.
સૈયદના સૈફુદ્દીન સાહેબે સમજાવ્યું કે, એક કલાકાર સૌપ્રથમ પોતાના મનમાં એક ચિત્ર જુએ છે, કાળજીપૂર્વક તેના પર કામ કરે છે અને પછી તેને જીવંત કરે છે. તેમણે સંતુલન અને પ્રમાણભાનના મહત્વ વિશે વાત કરી, જે ગુણો કળાની કળતિને સુંદરતા આપે છે. આ ગુણોનો ઉપયોગ કરીને તેમણે દર્શાવ્યું કે વ્યક્તિએ સમાન સ્પષ્ટતા અને હેતુ સાથે પોતાના જીવનને કેવી રીતે ઘડવું જોઈએ, અને એક એવું સંતુલન બનાવવું જોઈએ જે તેના વિવિધ પાસાઓને ઉજાગર કરે.
સૈયદના સૈફુદ્દીન સાહેબે સમાજને આરામદાયક અને સૌહાર્દપૂર્ણ જીવન જીવવા તથા પોતાના પડોશીઓ પ્રત્યે પ્રેમ અને કરુણા દર્શાવવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગ દાઉદી બોહરાઓ માટે ખાસ મહત્વ ધરાવે છે કારણ કે તે સૈયદના સૈફુદ્દીન સાહેબ અને તેમના સ્વર્ગસ્થ પિતા અને પૂર્વવર્તી પરમપાવન સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ બંનેના જન્મદિવાની યાદ અપાવે છે.
૨૦૧૪માં તેમના પિતાશ્રીના વફાત (અવસાન) પછી, સૈયદના સૈફુદ્દીન સાહેબે પોતાના પિતાની યાદ અને વારસાને જીવંત રાખવા માટે પોતાના પિતાના જન્મદિવસે જ પોતાનો જન્મદિન ઉજવવાનું પસંદ કર્યું. આ વર્ષે સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબની ૧૧૬મી જન્મજયંતી અને સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન સાહેબનો ૮૩મો જન્મદિન છે.
છેલ્લા કેટલાક દિવસોથી, ઝાંપા બજારની જૂની ગલીઓ પરિવારજનોથી ઊભરાઈ રહી છે. કેટલાક લોકો આ ઐતિહાસિક વિસ્તારમાં પાછા ફરી રહ્યા છે જ્યાં તેમના સમાજની સદીઓથી ઉપસ્થિતિ છે, જ્યારે અન્ય લોકો તેને પ્રથમ વખત જોઈ રહ્યા છે.
ઉજવણીની પૂર્વ સંધ્યાએ, વિશ્વના વિવિધ ભાગોમાંથી આવેલા સમાજના સભ્યોએ એક થીમ આધારિત જુલૂસ (શોભાયાત્રા) માં ભાગ લીધો હતો. સૈયદના સૈફુદ્દીન સાહેબે દેવડી મુબારક ખાતે ઊભા કરાયેલા સ્ટેજ પરથી આ જુલૂસ નિહાળ્યું હતું, જે તેમના પૂર્વજોનું નિવાસસ્થાન છે અને અલજામિઆ તુસ સૈફિયાહનું ગળહ છે ラ જે અરબી એકેડેમી સદીઓથી સમાજની પ્રાથમિક શિક્ષણ સંસ્થા તરીકે સેવા આપી રહી છે.
જન્મદિનની આ ઉજવણી દાઉદી બોહરા સમાજના વાર્ષિક શિક્ષણ અને અભ્યાસ કાર્યક્રમ ‘ઇસ્તિફાદા ઇલ્મિયા' ના સમાપનનું પણ પ્રતિક છે. લગભગ બે અઠવાડિયા સુધી અને અનેક તબક્કામાં આયોજિત આ વર્ષના કાર્યક્રમમાં વિવિધ દેશો અને પળષ્ઠભૂમિમાંથી હજારો સહભાગીઓ સુરત આવ્યા હતા
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
