<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

માત્ર ૪ કલાકમાં ગળતેશ્વર ૩ ઇંચ, કલોલ અને બોડેલી ૨.૫ ઇંચ , મોરવા હડફ ૨ ઇંચ વરસાદ નોંધાયો

આજે સવારથી રાજ્‍યના ૪૬ તાલુકાઓમાં વરસાદ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા) વાપી : જગતના તાત સહીત લાખો પ્રજાજનો જેની ચાતક નજરે રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાએ આખરે ગુજરાતમાં એન્‍ટ્રી કરી લીધી છે.

સામાન્‍ય રીતે આપણે ત્‍યાં ૧૫ થી ૨૦ જુન દરમ્‍યાનનો સમય ચોમાસાના આગમનનો ખરો સમય ગણાય છે અને જે હવે શરૂ થઈ રહ્યો છે. પરંતુ, અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્‍ચે ખેડૂતો અને પ્રજાજનો વરસાદ લંબાઈ ગયાની ચિંતા કરી રહ્યા હતા ત્‍યારે જ મેઘરાજાએ એન્‍ટ્રી મારતા જાણે જીવમાં જીવ આવ્‍યો છે. છેલ્લા ૨૪ કલાકમાં પાંચેક ઇંચ સુધીનો વરસાદ નોંધાયા બાદ મેઘરાજા આજે સવારથી રાજ્‍યના કેટલાક વિસ્‍તારોમાં વરસતા... વધુ વરસાદ નોંધાયો છે.

ફ્‌લડ કન્‍ટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ વાગ્‍યાથી લઈ ૧૦ વાગ્‍યા સુધીમાં એટલે કે માત્ર ચાર કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો - ખેડા જિલ્લો - ગળતેશ્વર : ૭૪ મી.મી., પંચમહાલ જિલ્લો - કાલોલ : ૬૪ મી.મી., પંચમહાલ જિલ્લો - ગોધરા : ૬૩ મી.મી., છોટાઉદેપુર જિલ્લો - બોડેલી : ૫૬ મી.મી., પંચમહાલ જિલ્લો - મોરવા (હડફ) : ૪૬ મી.મી., પંચમહાલ જિલ્લો - ઘોઘંબા : ૪૩ મી.મી., વડોદરા જિલ્લો - દેસર : ૩૩ મી.મી., દાહોદ જિલ્લો - ફતેપુરા : ૨૪ મી.મી., દાહોદ જિલ્લો - દાહોદ : ૨૪ મી.મી., દાહોદ જિલ્લો - ગોવિંદ ગુરુ લીમડી : ૨૪ મી.મી., દાહોદ જિલ્લો - સાંજેલી : ૨૧ મી.મી., તેમજ સુરત જિલ્લાના - કામરેજ : ૨૦ મી.મી., મહિસાગર જિલ્લો - સંતરામપુર : ૧૯ મી.મી., પંચમહાલ જિલ્લો - જાંબુઘોડાઃ ૧૭ મી.મી., પંચમહાલ જિલ્લો - શેહેરા : ૧૫ મી.મી., પંચમહાલ જિલ્લો - હાલોલ : ૧૫ મી.મી., દાહોદ જિલ્લો - ઝાલોદઃ ૧૩ મી.મી., દાહોદ જિલ્લો - લીમખેડા :૧૨ મી.મી., છોટાઉદેપુર જિલ્લો - જેતપુર પાવી : ૧૨ મી.મી., મહિસાગર જિલ્લો - ગોધર : ૧૧ મી.મી., છોટાઉદેપુર જિલ્લો - છોટાઉદેપુર : ૧૧ મી.મી., દાહોદ જિલ્લો - ગરબાડા : ૧૦ મી.મી., દાહોદ જિલ્લો - દેવગઢ બારિયા : ૧૦ મી.મી., દાહોદ જિલ્લો - સિંગવડ : ૧૦ મી.મી., નર્મદા જિલ્લો - તિલકવાડા : ૯ મી.મી., છોટાઉદેપુર જિલ્લો - કવાંટ : ૮ મી.મી., નર્મદા જિલ્લો - ડેડીયાપાડા : ૭ મી.મી., નવસારી જિલ્લો - ગણદેવી : ૭ મી.મી., છોટાઉદેપુર જિલ્લો - નસવાડી : ૭ મી.મી., છોટાઉદેપુર જિલ્લો - સંખેડા : ૭ મી.મી., દાહોદ જિલ્લો - સુખસર : ૬ મી.મી., મહિસાગર જિલ્લો - કદાણા : ૬ મી.મી., મહિસાગર જિલ્લો - લુણાવાડા : ૬ મી.મી., વડોદરા જિલ્લો - વાઘોડિયા : ૫ મી.મી.,  સુરત જિલ્લો - સુરત શહેર : ૫ મી.મી. મુખ્‍યત્‍વે વરસાદ નોંધાયો છે.

(2:19 PM IST)