તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
થરાદમાં જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી: પ્રાચીન રામજી મંદિરથી નીકળી અદભુત શોભાયાત્રા, ૫૧ મટકી ફોડીને કાન્હાના જન્મ જન્મોત્સવને વધાવાયો!
કૃષ્ણમય બન્યું થરાદ શહેર: નંદ ઘેર આનંદ ભયો જય કન્હૈયા લાલ કી ના નારાથી ગુંજી ઊઠ્યા માર્ગો, બહોળી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા

થરાદ : બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ એટલે કે જન્માષ્ટમી પર્વની અત્યંત શ્રદ્ધા, ઉલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પવન પ્રસંગે થરાદના ઐતિહાસિક અને પ્રાચીન શ્રી રામજી મંદિરથી એક વિશાળ અને આકર્ષક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર થરાદ શહેર કૃષ્ણભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું.
નંદ ઘેર આનંદ ભયોના નારાથી ગુંજ્યું થરાદ:
પ્રાચીન રામજી મંદિર ખાતેથી બેન્ડવાજા, ઢોલ-નગારા અને શરણાઈના મધુર સૂર વચ્ચે ભગવાન કૃષ્ણની ભવ્ય રથયાત્રા શરૂ થઈ હતી. શોભાયાત્રામાં વિવિધ ધાર્મિક ઝાંખીઓ, સુશોભિત રથ અને શ્રદ્ધાળુઓનો ઉત્સાહ જોવા જેવો હતો. રસ્તા પર ઠેર-ઠેર શોભાયાત્રાનું પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. "હાથી ઘોડા પાલખી, જય કન્હૈયા લાલ કી" ના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
૫૧ દહીં હાંડી (મટકી) ફોડીને સર્જાયો અદભુત નજારો:
આ વર્ષે જન્માષ્ટમી મહોત્સવનું મુખ્ય આકર્ષણ ૫૧ મટકી ફોડનો કાર્યક્રમ રહ્યો હતો. શોભાયાત્રાના નિર્ધારિત રૂટ પર અલગ-અલગ સ્થળોએ ઊંચાઈ પર ૫૧ જેટલી દહીં હાંડીઓ બાંધવામાં આવી હતી. બાળ ગોવાળિયાઓની અલગ-અલગ ટુકડીઓએ માનવ મિનારા રચીને એક પછી એક ૫૧ મટકીઓ ફોડીને મહોત્સવને યાદગાર બનાવી દીધો હતો. આ દિલધડક અને ઉત્સાહવર્ધક નજારો જોવા માટે સમગ્ર થરાદ શહેરના હજારો શ્રદ્ધાળુઓ રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા.
(8:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
