<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

હીરામણિ હાયર સેકંડરી સ્‍કૂલ (અંગ્રેજી માધ્‍યમ)માં જન્‍માષ્‍ટમી મહોત્‍સવ

 

રાજકોટઃ સરખેજ-ગાંધીનગર હાઇવે પર વૈષ્‍ણવદેવી સર્કલ પાસે આવેલ હીરામણિ હાયર સેકંડરી સ્‍કૂલ (અંગ્રેજી માધ્‍યમ)માં ધોરણ ૮ થી ૧૨ મા અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહન આપવાના ભાગરૂપે જન્‍માષ્ટમી મહોત્‍સવ નિમિત્તે કળષ્‍ણ ભગવાનની આરતી મટકી ફોડ સ્‍પર્ધા યોજાયેલ. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને સંસ્‍થાના પ્રમુખ નરહરિ અમીન, મેનેજીંગ ટ્રસ્‍ટી ડૉ.વરુણ અમીન, સી.ઈ.ઓ. ભગવતભાઈ અમીન, શાળાના આચાર્યશ્રી ભાગ્‍યેશભાઈ જોશી અને કોઓર્ડીનેટર  ગિરીશભાઈ લાલવાણીએ જન્‍માષ્ટમીની શુભેચ્‍છા પાઠવી હતી.

(2:43 PM IST)