News of Friday, 4th September 2026
વિરમગામ ખાતે વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારજનો દ્વારા જન્માષ્ટમી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરાઇ
કનૈયાની શોભાયાત્રામાં વણઝારા, સરાણીયા અને ગાડલીયા લુહાર જાતિના પરિવારજનો સહિતના લોકો જોડાયા : મટકી ફોક કાર્યક્રમ યોજાયો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : શ્રાવણ વદ આઠમ એટલે જન્માષ્ટમી. વિરમગામ શહેરમાં તિરંગા સર્કલ પાસે રહેતા વિચારતી અને વિમુખ જાતિના વણઝારા સમાજ, સરાણીયા સમાજ અને ગાડલિયા લુહાર સમાજ દ્વારા પરંપરાગત રીતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પોતાના વિસ્તારમાં કનૈયાણી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવ્યા હતા. "નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી... હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી" ના નાદ થી વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું. પરિવારજનો દ્વારા કનૈયાનું પોતાના આંગણે ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ કરીને મહિલાઓ દ્વારા કનૈયાને લાડ લડાવવામાં આવ્યા અને ગરબા પણ કરવામાં આવ્યા હતા.
કનૈયાની શોભાયાત્રા બાદ મટકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કનૈયો બનેલા બાળક દ્વારા મટકી ફોડવામાં આવી અને માખણ મિસરીના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઘૂમંતુ કાર્ય સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ અને સેવાભાવી નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારજનો સહિતના લોકો દ્વારા કનૈયાનું પૂજન કરવામાં આવ્યું અને દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
