તા. ૨૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક વદ – ૩ શુક્રવાર
News of Friday, 27th November 2026
વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો મનાતો શંકાસ્પદ શખ્શ ઝડપાયો : AK-47 રાઇફલ અને 23 જીવતા કારતુસ મળ્યા
ગુજરાત ATSની ટીમે વડોદરાના જરોદ બસ સ્ટેન્ડ નજીક કાર્યવાહી કરીને યુવકને ઝડપી પાડ્યો: સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ તેજ

ગુજરાત ATSએ વડોદરામાંથી જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હોવાની આશંકા ધરાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. વડોદરાના જરોદ વિસ્તારમાંથી શંકાસ્પદ શખ્સની AK-47 રાઇફલ અને 23 જીવતા કારતુસ સાથે ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ઝડપાયેલા શખ્સને આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંબંધ હોવાની આશંકા છે. જોકે, આ અંગે તપાસ એજન્સીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ATSની ટીમે વડોદરાના જરોદ બસ સ્ટેન્ડ નજીક કાર્યવાહી કરીને યુવકને ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી AK-47 રાઇફલ અને 23 જીવતા કારતુસ મળી આવ્યાં હતાં. આટલા ઘાતક હથિયાર સાથે યુવકની ધરપકડ થતાં સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
