<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

ભાવનગર તાલીમ કેન્‍દ્રમાં જયદીપ દ્વિવેદીનું વ્‍યાખ્‍યાનઃ ૩ દાયકા પૂર્વેની સ્‍મૃતિ જીવંત

ગાંધીનગરના અધિકારીની નિવૃતિમાં પ્રેરણારૂપ પ્રવૃતિ

 

ગાંધીનગર સ્‍થિત નિવૃત અધિક સચિવ શ્રી જયદીપ દ્વિવેદીના ભાવનગર પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર ખાતેના વ્‍યાખ્‍યાન પ્રસંગની તસ્‍વીર 

રાજકોટઃ તા. ર૬,નિવૃત અધિક  સચિવ (સચિવાલય કેડર) શ્રી જયદીપ દ્વિવેદીએ  ભાવનગર ખાતે તાજેતરમાં ઉદધાટન કરવામાં આવેલ SPIPA ના પ્રાદેશિક તાલીમ કેન્‍દ્રમાં સીધી ભરતીથી નિયુક્‍ત થયેલ જુનિયર ક્‍લાર્ક ને ‘‘ ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો ( સામાન્‍ય)-૧૯૬૭ અંગે તાલીમ આપી.... ગાંધીનગર - ભાવનગર વચ્‍ચેના પ્રવાસ દરમિયાન, ભાવનગર પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર સાથે સંકળાયેલી ત્રણ દાયકા પહેલાંની સ્‍મળતિ માનસપટ પર જીવંત થઈ ગઈ હતી કે

શ્રી જયદીપ દ્વિવેદીએ જણાવેલ વર્ષ ૧૯૯૪-૯૫ દરમિયાન, કારકિર્દી ના શરૂઆતના સમયગાળામાં હું સામાન્‍ય વહીવટ વિભાગ માં ARTD Group –7 માં મદદનીશ ( હાલના હોદ્દા મુજબ‘‘નાયબ સેકશન અધિકારી'') તરીકે ફરજ બજાવતો હતો ત્‍યારે મારા ટેબલ પર SPIPA ના મહેકમ અને તાલિમ નીતિ  અંગેની કામગીરી હાથ ધરવામાં આવતી હતી.તે સમયે બદલાયેલ રાજકીય માહોલમાં, રાજ્‍યના તત્‍કાલિન નાણામંત્રી મા. છબીલદાસ મહેતા   મુખ્‍યમંત્રી બન્‍યા, જેઓ ભાવનગરના હતા. આ સમયગાળામાં રાજ્‍ય સરકારમાં ‘‘કરકસર ની નીતિ'' નો ચુસ્‍તપણે અમલ કરવામાં આવ્‍યો અને નવી ભરતીઓ પર પ્રતિબંધ અને ૨૦ % મહેકમ કાપ ની સૂચનાઓ ચુસ્‍તપણે અમલમાં આવી... આ સંજોગોમાં નવી ભરતીઓ અને તાલીમ ને લગતી કામગીરી ખૂબ ઓછી થઈ ગઈ હતી.  

શ્રી છબીલદાસ મહેતા  કોઈ પ્રસંગે સ્‍પીપાના તે સમયના ભાવનગર ખાતે ના પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર ની મુલાકાતે ગયા હતા અને ત્‍યાં હાજર સ્‍ટાફને તાલીમની કામગીરી અંગે પળચ્‍છા કરતાં જાણવા મળ્‍યું કે, તાલીમ કામગીરી નહીંવત થતી હતી. બાદમાં તેઓ એ સચિવાલય આવીને, ભાવનગર ખાતે ના સ્‍પીપાના પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર ની તાલીમની વિગતોની ફાઇલ મંગાવીને, કરકસર ની નીતિના ભાગરૂપે, સ્‍પીપા નું ભાવનગર ખાતેનું પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર તાત્‍કાલિક અસરથી બંધ કરવા આદેશ આપ્‍યો હતો.મા. મુખ્‍યમંત્રીશ્રીના ફાઇલ પરના આદેશ મુજબ, ભારે હૈયે તે સમયે ભાવનગર ખાતે ના સ્‍પીપાના પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર બંધ કરવાનો હુકમ કર્યાનું યાદ છે.

આજે લગભગ ત્રણ દાયકા બાદ, એ જ નવનિર્મિત પ્રાદેશિક તાલીમ કેન્‍દ્ર ખાતે ફેકલ્‍ટી તરીકે જઈ, વ્‍યાખ્‍યાન આપવામાં વિશેષ આનંદ આવ્‍યો....  સૌરાષ્‍ટ્રના કેટલાક  જિલ્લાઓના તાલીમાર્થીઓ ને હવે ભાવનગરમાં તાલીમ મળી શકશે.

બદલાતી જતી વ્‍યવસ્‍થાઓમાં, વહીવટી તંત્ર માં આવતો બદલાવ એ ‘‘ ઇફેકટીવ ગવર્નન્‍સ''નું ઉદાહરણ પૂરું પાડે છે....

(3:49 PM IST)