<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd May 2026

જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ખેડાના રધવાણજ ખાતે પધારતાં ભક્તોમાં ભારે ઉત્સાહ

શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી 25 મે સુધી દરરોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી ભક્તોને દર્શન અને આશીર્વચન આપશે

અમદાવાદ : જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ખેડા જિલ્લાના રધવાણજ ખાતે પધારતાં ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શંકરાચાર્યના આગમનને લઇ નગરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી 25 મે સુધી દરરોજ સાંજે 6 થી 8 વાગ્યા સુધી ભક્તોને દર્શન અને આશીર્વચન આપશે. ધાર્મિક કાર્યક્રમોને લઇ ભક્તોમાં વિશેષ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.આ પ્રસંગે તેમણે બંગાળમાં ગૌહત્યા પ્રતિબંધ અને હાઇકોર્ટના નિર્ણય અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સાથે જ અવિમુક્તેશ્વરાનંદજીના ગૌ-આંદોલન અને ઓનલાઇન જાહેરાતને પણ સમર્થન જાહેર કર્યું હતું. .

(12:16 AM IST)