News of Tuesday, 27th October 2026
સુરત મનપાની સામાન્ય સભામાં ફૂડ સેફ્ટીનો મુદ્દો ઉઠ્યો :ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગણી
ભેળસેળ કરનારા એકમો સામે માત્ર દંડની કાર્યવાહી થતી હોવાથી આવા તત્વો બેફામ બન્યા હોવાનો દાવો:નિયમોનું ઉલ્લંઘન કરતા એકમોને સીલ કરવા અને જરૂર પડે તો તેમનાં લાઇસન્સ રદ કરવા સુધીનાં પગલાં લેવાની માગ

સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ફૂડ સેફ્ટીનો મુદ્દો ઉઠતાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે શહેરની હોટલો અને ખાદ્ય પદાર્થોના એકમો સામે કડક પગલાં લેવાની રજૂઆત કરી હતી. તેમણે મહારાષ્ટ્રની જેમ સુરતમાં પણ નિયમોનો ભંગ કરતી હોટલો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કોર્પોરેટરે રજૂઆત કરતાં જણાવ્યું હતું કે ભેળસેળ કરનારા એકમો સામે માત્ર દંડની કાર્યવાહી થતી હોવાથી આવા તત્વો બેફામ બન્યા હોવાનો દાવો છે. તેમણે ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરતા એકમોને સીલ કરવા અને જરૂર પડે તો તેમનાં લાઇસન્સ રદ કરવા સુધીનાં પગલાં લેવાની માગ કરી હતી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે અસરકારક કાર્યવાહી થાય અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાય તે માટે તંત્ર વધુ કડક બને તેવી રજૂઆત કરવામાં આવી હતી.
(9:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
