તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
સિટીયસ ટ્રાન્સનેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટનો ઇશ્યૂ ૧૭મીએ ખૂલશે

(કેતન ખત્રી) અમદાવાદ : સિટીયસ ટ્રાન્સનેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટે તેના ઇશ્યૂ માટે પ્રતિ યુનિટ રૂ. ૯૯ - રૂ. ૧૦૦ ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. ટ્રસ્ટનો ઇશ્યૂ ૧૭ એપ્રિલ ૨૦૨૬ ના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને ૨૧ એપ્રિલના રોજ બંધ થશે. ઇશ્યૂની કુલ આવક રૂ.૧૧,૦૫૦.૦૦ મિલિયન હોવાનો અંદાજ છે. ઇશ્યૂમાંથી મળેલી ચોખ્ખી રકમમાંથી રૂ.૧૦,૦૦૦.૦૦ મિલિયન સુધીનો ઉપયોગ SRPL રોડ્સ પ્રાઇવેટ લિમિટેડ અને અમુક ઓળખાયેલા પ્રોજેક્ટ SPV, જેમ કે થ્રિસુર એક્સપ્રેસવે લિમિટેડ, જોરાબત શિલોંગ એક્સપ્રેસવે લિમિટેડ, ધોલા ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને દિબાંગ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડની સિકયોરિટીઝના આંશિક અથવા સંપૂર્ણ એક્વિઝિશન (અથવા લાગુ પડે તેમ, રિડેમ્પશન) માટે અને બાકીની રકમ સામાન્ય હેતુઓ માટે ઉપયોગમાં લેવાનો પ્રસ્તાવ છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન ટ્રસ્ટની કામગીરીમાંથી આવક વધીને રૂ.૧૯,૮૭૦.૪૬ મિલિયન થઈ, જે નાણાકીય વર્ષ ૨૦૨૩ દરમિયાન રૂ.૧૭,૭૩૫.૧૬ મિલિયન હતી. નાણાકીય વર્ષ ૨૦૨૫ દરમિયાન સંચાલન પ્રવળત્તિઓમાંથી તેનો ચોખ્ખો રોકડ પ્રવાહ વધીને રૂ.૧૦,૪૪૯.૫૨ મિલિયન થયો. જે નાણાકીય વર્ષ ૨૦૨૩ દરમિયાન રૂ.૯,૦૭૯.૨૫ મિલિયન હતો. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા નવ મહિના માટે ટ્રસ્ટની કામગીરીમાંથી આવક રૂ.૧૪,૯૬૩.૬૪ મિલિયન હતી અને સંચાલન પ્રવળત્તિઓમાંથી ચોખ્ખો રોકડ પ્રવાહ રૂ.૭,૮૨૦.૧૫ મિલિયન હતો. વધુમાં, ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ પ્રોજેક્ટ SPVનું સમાયોજિત એન્ટરપ્રાઇઝ મૂલ્ય આશરે રૂ.૧૨૦,૫૮૮ મિલિયન છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
