<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

આણંદ અને ખેડા જિલ્લામાં રવિ પાકની સિઝન દરમિયાન સિંચાઈના પાણીની સમસ્યા ઘેરી બની

કડાણા અને વણાકબોરી ડેમમાં પાણીનો જથ્થો ઘટતાં ખેડૂતોની ચિંતામાં વધારો:ઓછા વરસાદને કારણે બંને જિલ્લામાં અઢી લાખ હેક્ટર વિસ્તારમાં પાકને અસર થવાની ભીતિ

આણંદ અને ખેડા જિલ્લામાં રવિ પાકની સિઝન દરમિયાન સિંચાઈના પાણીની સમસ્યા ઘેરી બની છે. કડાણા અને વણાકબોરી ડેમમાં પાણીનો જથ્થો ઘટતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઓછા વરસાદને કારણે બંને જિલ્લામાં અઢી લાખ હેક્ટર વિસ્તારમાં પાકને અસર થવાની ભીતિ છે. મહી કેનાલમાંથી પણ સિંચાઈ માટે પાણી છોડવામાં ન આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રાજસ્થાન અને ઉપરવાસમાં ઓછા વરસાદને કારણે ડેમમાં પાણીની આવક ઘટી છે. બંને જિલ્લામાં માત્ર 42 ટકા વિસ્તારમાં જ બોર અને કૂવાની સુવિધા હોવાથી સિંચાઈનો વિકલ્પ મર્યાદિત છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ઘઉં, કઠોળ અને તેલીબિયાંના પાકને 4થી 5 પિયતની જરૂર છે. બીજી તરફ કોલસાની અછત અને 8 કલાકના વીજકાપથી મુશ્કેલી વધી છે. સમયસર વીજળી નહીં મળે તો તૈયાર પાક બળી જવાની ભીતિ છે. ખેતી ખર્ચમાં પણ 5થી 7 હજાર રૂપિયાનો વધારો થવાની આશંકા છે.

(9:47 PM IST)