<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

ગુજરાતના સરહદી વિસ્તારોમાં IPS અધિકારીઓનું રાત્રિ રોકાણ: વાગડ અને બાલાસરના ગામોમાં ખાટલા બેઠક યોજી સમીક્ષા કરી

અધિકારીઓએ ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી શાળા, આરોગ્ય, શિક્ષણ, રસ્તા અને મોબાઈલ ટાવર જેવી વિવિધ સમસ્યાઓ અંગે જાત માહિતી મેળવી

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના આદેશાનુસાર ગુજરાતના સરહદી ગામોમાં પડતી અસુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા માટે વડોદરા રેન્જ આઈજી સંદિપસિંહ, કચ્છ એસપી સાગર બાગમાર અને જામનગર એસપી ડૉ. રવિ મોહન સૈની સહિતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓએ વાગડના ખડીર અને બાલાસર વિસ્તારના ગામોમાં બે દિવસીય પ્રવાસ કરી રાત્રિ રોકાણ કર્યું હતું. 

   અધિકારીઓએ ગ્રામજનો સાથે ખાટલા બેઠક યોજી શાળા, આરોગ્ય, શિક્ષણ, રસ્તા અને મોબાઈલ ટાવર જેવી વિવિધ સમસ્યાઓ અંગે જાત માહિતી મેળવી હતી તેમજ સરકારી કર્મચારીઓ સાથે બેઠક કરી સ્થાનિકોને શંકાસ્પદ પ્રવૃત્તિઓ અને સાયબર ક્રાઈમ બાબતે જાગૃત કરી સરહદી સુરક્ષા માટે તાલમેલ જાળવવા અપીલ કરી હતી.

 

(10:00 PM IST)