તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 31st May 2026
આણંદના અડાસ પાસેની રેલવે બ્રિજ દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ ;DRM સહિતની ટેકનિકલ ટીમે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું.
દુર્ઘટના કેવી રીતે ઘટી તે અંગેનો એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરાશે:બ્રિજની કામગીરીમાં ‘શું કરવું જોઈતું હતું અને વાસ્તવમાં શું થયું?’ તે તમામ પાસાઓની કરાશે તટસ્થ તપાસ.

આણંદના અડાસ ખાતે ગઈકાલે થયેલ રેલવે બ્રિજ દુર્ઘટના મામલો વડોદરા DRM રાજુ ભડકે એક્શનમાં આવ્યા છે. મારા નિરીક્ષણ મુજબ બ્રિજનો ભાગ પડવો જોઇતો નહોતો તેમ વડોદરાના ડીઆરએમ એ જણાવ્યું હતું. અંદાજે 50 કરોડની કિંમતે બનાવાઇ રહ્યો છે બ્રિજ . ટેક્નીકલ કમિટી, ચીફ ઇન્જીનીયર, ડેપ્યુટી ઇન્જીનીયર સહિતની ટીમ કરશે તપાસ. રેલવે મંત્રાલયે મામલાને ગંભીરતાથી લીધો છે
ઘટનાની ગંભીરતાને જોતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા.DRM સહિતની ટેકનિકલ ટીમે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું.આ દુર્ઘટના કેવી રીતે ઘટી તે અંગેનો એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે,જે ટૂંક સમયમાં ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે.બ્રિજ નિર્માણમાં કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલી કોઈ પણ પ્રકારની ગંભીર બેદરકારી અંગે પણ કડક તપાસ કરવામાં આવી શકે છે.
દુર્ઘટનાની ગંભીરતાને જોતા DRM સહિતના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લઈ ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું બ્રિજની કામગીરીમાં ‘શું કરવું જોઈતું હતું અને વાસ્તવમાં શું થયું?’ તે તમામ પાસાઓની કરાશે તટસ્થ તપાસ. ઘટના પાછળના કારણો અને ટેકનિકલ બાબતોની સંપૂર્ણ ચકાસણી કરીને ટૂંક સમયમાં જ રેલવે મંત્રાલયને વિસ્તૃત રિપોર્ટ સોંપવામાં આવશે.
(6:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
