<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ

નર્સિંગ સ્ટાફને દર્દીઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક ઉત્તમ કામગીરી કરવા બાબતની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં આંતરરાષ્ટ્રીય નર્સિસ દિવસની ઉજવણી વિવિધ આરોગ્ય સંસ્થાઓ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, ગરૂડેશ્વર અને ડેડીયાપાડા તેમજ જીએમઈઆરએસ હોસ્પિટલ, રાજપીપળા અને નર્સિંગ સ્કૂલ, જીતનગર ખાતે નર્સિંગ સ્ટાફ અને નર્સિંગ તાલીમાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો અને આયોજનો યોજાયા હતા.

કાર્યક્રમ દરમિયાન નર્સિંગ સંવર્ગના કર્મચારીઓ ચારુલતાબેન, કપિલાબેન, ધર્મિષ્ઠાબેન અને સોનલબેન ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન નર્સિંગ વ્યવસાયની સેવા, સમર્પણ અને માનવતાની ભાવનાને ઉજાગર કરવામાં આવી હતી.
આ ઉપરાંત નર્સિંગ સ્ટાફને દર્દીઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક ઉત્તમ કામગીરી કરવા બાબતની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ પ્રેરણાદાયક અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

(10:52 PM IST)