તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
અમદાવાદમાંથી ડાર્ક વેબ ઉપર ડ્રગ્સના વેચાણનું આંતરરાષ્ટ્રીય નેટવર્ક બહાર આવ્યું
૨૪ વેબસાઇટ અને પાંચ ટેલિગ્રામ ગ્રૂપ સામે પોલીસ કાર્યવાહી : કોકેઇન, હેરોઇન, એમડીએમએ સહિતનાં માદક પદાર્થોની જાહેરાતો

અમદાવાદ : અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે ડાર્ક વેબ અને ટેલિગ્રામ દ્વારા માદક પદાર્થોના ઓનલાઇન વેચાણ સાથે સંકળાયેલી મોટી પ્રવૃત્તિ શોધી કાઢી છે. પોલીસની તપાસમાં ૨૪ ડાર્ક વેબસાઇટ અને પાંચ ટેલિગ્રામ ગ્રૂપ સામે આવ્યા છે, જેમાં પ્રતિબંધિત ડ્રગ્સની જાહેરાતો કરવામાં આવતી હોવાનો આરોપ છે.
સાયબર ક્રાઇમની સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલે શંકાસ્પદ ઓનલાઇન પ્રવૃત્તિઓ શોધી કાઢતાં ૧૮ નવેમ્બરે અજાણ્યા સંચાલકો સામે એનડીપીએસ અને માહિતી ટેકનોલોજી કાયદા હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ પ્લેટફોર્મ ઉપર કોકેઇન, ફેન્ટાનિલ, હેરોઇન, એમડીએમએ, કેટામાઇન અને ગાંજા સહિતના પદાર્થોની તસવીરો, કિંમતો અને ડિલિવરીની વિગતો મૂકવામાં આવતી હોવાનું તપાસમાં જણાયું છે.
કેટલાક ગ્રૂપમાં યુપીઆઈ, ગિફ્ટ કાર્ડ તથા ક્રિપ્ટોકરન્સીથી ચુકવણીની વ્યવસ્થા દર્શાવવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ હવે આર્થિક વ્યવહારો અને નેટવર્કના સંચાલકોની ઓળખ મેળવવા તપાસ કરી રહ્યા છે. અત્યાર સુધી ધરપકડ થયાનું સત્તાવાર રીતે જાહેર થયું નથી.
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
