તા. ૨૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક વદ – ૧૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
રાજપીપળાના શ્રી હરસિધ્ધિ માતા ના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળની બેઠક મળી
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના જિલ્લા મંત્રી તરીકે પ્રેમસિંગ રાજપુત તથા રાષ્ટ્રીય બજરંગદળના જિલ્લા મંત્રી તરીકે સંદીપભાઈ વસાવાની નિમણૂક :સૌથી નાની 32 વર્ષની વયે જિલ્લાના મંત્રી તરીકે પ્રેમસિંગ રાજપૂતની વરણી કરાઈ

(ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળાના શ્રી હરસિધ્ધિ માતાના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગ દળની બેઠક દક્ષિણ ગુજરાત પ્રાંતના સંગઠન મહામંત્રી ઈશ્વરભાઈ પટેલ તથા ભરૂચ વિભાગ સંગઠન મહામંત્રી ભદ્રસિંહ રાજપુતના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. આ બેઠકમાં નર્મદા જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જિલ્લા સ્તરની બે જવાબદારીઓ આપવામાં આવી, જેમાંથી આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના જિલ્લા મંત્રી તરીકે પ્રેમસિંગ રાજપુત તથા રાષ્ટ્રીય બજરંગદળના જિલ્લા મંત્રી તરીકે સંદીપભાઈ વસાવાની નિમણૂક કરવામાં આવી હતી. આ ઉપરાંત સતિષભાઈ તડવી તથા અનિલભાઈ તડવીને ગરુડેશ્વર રાષ્ટ્રીય બજરંગ દળના પ્રખંડ મંત્રી, સુભાષભાઈ વસાવાને રાજપીપળા નગર રાષ્ટ્રીય બજરંગ દળ મંત્રી, જીતેન્દ્રભાઈ વસાવાને નાંદોદ પ્રખંડ રાષ્ટ્રીય બજરંગદળ મંત્રી, સંજયભાઈ પટેલ તથા હર્ષભાઈબારીયાને તિલકવાડા પ્રખંડ રાષ્ટ્રીય બજરંગદળના મંત્રી અને ગજેન્દ્રભાઈ તડવી તથા ગીરીશભાઈ બારીયાને તિલકવાડા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના મંત્રી તરીકેની નિમણૂક કરવામાં આવી હતી. આ બેઠકમાં સંગઠનના અધિકારીઓ દ્વારા સંગઠન ની વિસ્તૃત માહિતી અને સંગઠનનો વ્યાપ વધે એ દિશા તરફ કાર્ય કરવાની પદ્ધતિ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
VHP બજરંગ દળની જવાબદારીમાં રહી પ્રેમસિંગ રાજપૂતે ઘણા બધા ગૌવંશ અને મૂંગા પશુઓની તસ્કરી રોકી છે. ગૌસેવા, બ્લડ ડોનેશન તથા કોરોના જેવી મહામારીમાં જીવના જોખમે કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને સેવાઓ આપી હતી. પ્રેમસિંગ રાજપૂતને તેઓની સામાજિક સેવાઓ તથા કાર્ય પદ્ધતિને જોઈને જિલ્લાની સૌથી મોટી જવાબદારી ફક્ત 32 વર્ષની આયુ એ આપવામાં આવી.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
