<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th May 2026

અમદાવાદમાં વિવિધ પોલીસ સ્ટેશનો અને કચેરીઓના 343 પોલીસકર્મી ડ્રાઇવરોની આંતરિક બદલીના આદેશ

લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ડ્રાઇવરોને અન્ય સ્ટેશનો કે શાખાઓમાં જવાબદારી સોંપવામાં આવી

અમદાવાદ શહેર પોલીસ વિભાગમાંથી વહીવટી સ્તરે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનો, ઝોન કચેરીઓ અને અલગ-અલગ શાખાઓમાં ફરજ બજાવતા પોલીસકર્મી ડ્રાઇવરોની મોટા પાયે બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરના આ આદેશને પગલે સમગ્ર પોલીસ વિભાગમાં ભારે દોડધામ અને ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.

મળતી વિગતો અનુસાર, પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં કુલ 343 જેટલા ડ્રાઇવર પોલીસકર્મીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં સરકારી વાહનો ચલાવતા ડ્રાઇવરો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની કચેરીઓ અને અલગ-અલગ સ્ક્વોડમાં કાર્યરત ડ્રાઇવર કર્મચારીઓનો સમાવેશ થાય છે.

પોલીસ તંત્રના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બદલીઓ નિયમિત વહીવટી પ્રક્રિયા અને કામગીરીમાં વધુ પારદર્શિતા તેમજ સુદ્રઢતા લાવવાના ભાગરૂપે કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા ડ્રાઇવરોને અન્ય સ્ટેશનો કે શાખાઓમાં જવાબદારી સોંપવામાં આવી છે. તમામ બદલી પામેલા પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી નિયુક્તિવાળી જગ્યાએ હાજર થવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે.

(10:52 PM IST)