તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે આંતરધર્મિય લગ્નની નોંધણી પૂર્ણ: VHP-બજરંગ દળના વિરોધ વચ્ચે કાર્યવાહી
મહેસાણાના યુવક અને અસારવાની યુવતીએ હાઈકોર્ટના કડક આદેશ બાદ આજે ખાસ જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ પોતાના લગ્ન નોંધાવ્યા

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ભારે ચર્ચામાં રહેલા આંતરધર્મિય લગ્નનો મામલો આખરે કાયદાકીય પ્રક્રિયા સાથે સંપન્ન થયો છે. મહેસાણાના યુવક અને અસારવાની યુવતીએ હાઈકોર્ટના કડક આદેશ બાદ આજે ખાસ જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ પોતાના લગ્ન નોંધાવ્યા છે. ગઈકાલે આ લગ્ન મુદ્દે VHP અને બજરંગ દળ દ્વારા ભારે વિરોધ અને હોબાળો કરવામાં આવ્યો હતો, જેને પગલે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ જિલ્લા રજીસ્ટ્રાર એમ.એમ. સૈયદ સમક્ષ નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મામલો હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી બાદ ચર્ચામાં આવ્યો હતો. કોર્ટે યુવતીની સુરક્ષા અને તેની મરજીને પ્રાધાન્ય આપતા લગ્ન નોંધણીનો આદેશ કર્યો હતો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે તેનો સત્તાવાર રિપોર્ટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે.
(9:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
