<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

અમદાવાદમાં દિવાળી પૂર્વે ફાયર વિભાગનું સઘન ચેકિંગ: ફટાકડાના વેપારીઓને અપાઈ સૂચના

ઇમરજન્સી એક્ઝિટ, વોટર બેઝ અને પાવડર મોડ્યુલર સ્પ્રિંકલર જેવી સુરક્ષા વ્યવસ્થાઓ ફરજિયાત રાખવા જણાવાયું

અમદાવાદમાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા સુરક્ષાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એસ.જી. હાઈવે અને સિંધુભવન રોડ પર આવેલા ફટાકડાના વેચાણ કેન્દ્રો સહિત વિવિધ એકમોમાં ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. ફટાકડાના વેપારીઓ ફાયર સેફ્ટીના નિયમોનું યોગ્ય રીતે પાલન કરે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. 

  તપાસ દરમિયાન ઇમરજન્સી એક્ઝિટ, વોટર બેઝ અને પાવડર મોડ્યુલર સ્પ્રિંકલર જેવી સુરક્ષા વ્યવસ્થાઓ ફરજિયાત રાખવા જણાવાયું છે. આ ઉપરાંત આગની ઘટના સમયે નુકસાન ઓછું થાય તે માટે કપડા અને લાકડાના ઉપયોગને બને તેટલો ઓછો રાખવા પણ સૂચના આપવામાં આવી છે. દિવાળીના તહેવાર દરમિયાન આગની દુર્ઘટનાઓ ન સર્જાય અને લોકોની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી ફાયર વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે.

(7:02 PM IST)