તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓ અને કૌભાંડોની જિલ્લા કલેક્ટરને માહિતી આપી તપાસની માંગ કરતી નર્મદા જિલ્લા કોંગ્રેસ
જિલ્લામાં ચાલતા કેટલાક ગેરકાયદેસર ધંધા અને કૌભાંડોની કલેક્ટરને માહિતી આપી તપાસની માંગ કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા રાજપીપળા સર્કીટ હાઉસ ખાતે નર્મદા જિલ્લામાં મનરેગા યોજના બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોની સમસ્યાઓ તેમજ વિધ્યાર્થીઓના પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટર નર્મદા ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જિલ્લામાં ચાલતા કેટલાક ગેરકાયદેસર ધંધા અને કૌભાંડોની કલેક્ટરને માહિતી આપી તપાસની માંગ કરી હતી.
નર્મદા જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા કૌભાંડ તથા વિકાસના કામોમાં થયેલા કૌભાંડ, વધતી જતી મોંઘવારી, ખેડૂતોની જમીનો આડેધડ રીતે સંપાદન કરવામાં આવી રહી છે જેવા મુદ્દાઓને કલેક્ટરને રજૂઆત સાથે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી જેમાં નર્મદા જિલ્લાના પ્રમુખ રણજીતસિંહ તડવી (મહાકાળી), પર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ આદિવાસી સમિતિ ના ઉપ પ્રમુખ ચંદ્રકાંત તડવી, નર્મદા જિલ્લાના હોદ્દેદારો, નર્મદા જિલ્લાના તાલુકા પ્રમુખો, તેમજ હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
