<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

સાંજે વડોદરામાં 'યુવા ચોપાલ' કાર્યક્રમમાં ઈનફ્લુએન્સર્સ અને ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કરતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા

આ અવસરે તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા યુવા સશક્તિકરણ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની વિગતવાર ચર્ચા કરી

વડોદરા :ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ  ગઇકાલે મોડી સાંજે વડોદરા મહાનગર ખાતે પ્રદેશ યુવા મોરચા દ્વારા આયોજિત 'યુવા ચોપાલ' કાર્યક્રમમાં ઈનફ્લુએન્સર્સ અને ઉદ્યોગ સાહસિકો સાથે સંવાદ કર્યો હતો. આ અવસરે તેઓએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા યુવા સશક્તિકરણ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓની વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, આજનો યુવાન માત્ર મતદાર નથી, પરંતુ આવતીકાલના ભારતનો સર્જક છે. યુવાનોની શક્તિ, સંકલ્પ અને સહભાગિતાથી જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર બનશે.

(11:53 AM IST)