News of Wednesday, 25th November 2026
ભારત, પાક ઇન્ટરનેશનલ બોર્ડર સુરક્ષા પાર્ટ-૨નો કાલથી બે દિવસ સુધી પ્રારંભ
૨૦ સરહદી ગામોમાં ૧૦ IPS નું રાત્રી રોકાણ, વાસ્તવિક પરિસ્થિતિનો કયાસ કાઢવા કચ્છ, વાવ-થરાદ અને પાટણમાં રાત્રી મુકામ કરી, લોકોના મનની વાત જાણી સુરક્ષાના પાઠ : અમિતભાઈ શાહના ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડના વિઝનને સાકાર કરવા, CM, DCM અને રાજ્યના મુખ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં જબ્બર કવાયત

રાજકોટ, તા.૨૫: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવા ગુજરાત પોલીસ હવે સીધા સરહદી ગામડા સુધી પહોંચશે. સરહદની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે અને છેવાડાના ગામ સુધી પોલીસ તંત્રને સતતતા જળવાઈ રહે તેવા હેતુથી રાજ્યના ૧૦ વરિષ્ઠ IPS અધિકારીઓને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવાયો છે. આગામી ૨૬ અને ૨૭ નવેમ્બરના રોજ કચ્છ, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના ૨૦ સરહદી ગામોમાં આ અધિકારીઓ મુલાકાત લેશે. સૌથી મહત્વની બાબતે એ છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થાનિક ગ્રામજનોના ઘરે રાત્રિરોકાણ કરીને તેમની સાથે સીધો સંવાદ સાધશે અને સરહદી વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિને તાગ મેળવશે. પ્રથમ ફેઝમાં ગળહ ખાતાનો હવાલો ધરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જાતે બે ગામોની જવાબદારી લીધેલ, સિનિયર IPS અનુપમસિંહ ગેહલોત, IB વડા અશોક કુમાર યાદવ વી. ટ્રેનમાં પહોંચી રાત્રી મુકામ કરી, સરહદી ગામોના પ્રશ્નો જાણી લોકોને પ્રાથમિક રીતે સચેત રહેવા તૈયાર કરેલ. કેન્દ્રીય ગળહમંત્રી અમિત શાહના ‘ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડ'ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત પોલીસની આ વિશેષ ફિલ્ડ એક્સરસાઈઝ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી દેખરેખમાં યોજાનાર આ બે દિવસીય કવાયત સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. IPS અધિકારીઓ સરહદી વિસ્તારોમાં સુરક્ષા માળખું, બોર્ડર પેટ્રોલિંગની વ્યવસ્થા, સુરક્ષા એજન્સીઓની સજ્જતા અને પોલીસ બંદોબસ્તનું સ્થળ પર જઈને નિરીક્ષણ કરશે. દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા જવાનો સાથે સીધી બેઠક કરીને તેમની મુશ્કેલીઓ અને જરૂરી સુવિધાઓ અંગે ચર્ચા થશે. ગામોમાં રાત્રી બેઠકો યોજીને સ્થાનિક નાગરિકોના પ્રશ્નો, અવરજવર, મુશ્કેલીઓ અને પોલીસ તંત્ર પાસેથી અપેક્ષાઓ અંગે માહિતી મેળવવામાં આવશે. કયા IPS અધિકારીને કયા સરહદી ગામની જવાબદારી? પૂર્વ કચ્છ - ગાંધીધામ
કલ્યાણપર અને બાંભણકા : IGP સંદીપ સિંહ (વડોદરા રેન્જ)
વરસારા અને ધડકા : SP રવિ મોહન સૈની (જામનગર)પશ્ચિમ કચ્છ - ભુજ
સુમરાપોર અને મોટા પૈયાઃ સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ (અમદાવાદ ક્રાઈમ)
અટાડા અને લાખાપરઃ IGP એન.એન. ચૌધરી (ઈન્ટેલિજન્સ-૨)
મીઠડી અને ભગડિયાઃ IGP મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ (કાયદો અને વ્યવસ્થા)
રતાડિયા અને રોહતલઃ SP અક્ષય રાજ (ભરૂચ)વાવ-થરાદ
કારેલી અને બારડવીઃ DIGP વિધિ ચૌધરી (પંચમહાલ-ગોધરા રેન્જ)
બુકણા અને નડોદર : SP યશપાલ જગાણીયા (અમદાવાદ પશ્ચિમ રેલવે)
બોખ અને નેસડાઃ SP એમ.જે. ચાવડા (સ્ટેટ મોનિટરિંગ સેલ)પાટણ
દાત્રાણા અને બરારાઃ DCP મયુર ગુલાબરાવ પાટીલ (અમદાવાદ શહેર ઝોન-૪)આ સમગ્ર કવાયતનો મુખ્ય ઉદ્દેશ્ય સરહદી સુરક્ષાનું મૂલ્યાંકન માત્ર સરકારી અહેવાલો કે કચેરીઓમાં નહીં, પરંતુ સ્થળ પર જઈને કરવાનો છે. સ્થાનિક નાગરિકો સાથે સીધો સંપર્ક સાધવાથી પોલીસ તંત્રને સ્થાનિક પરિસ્થિતિ, સંભાવિત પડકારો અને સુરક્ષા સંબંધિત બાબતોની વધુ સચોટ માહિતી મળી શકશે.આ પહેલ માત્ર બે દિવસની મુલાકાત પૂરતી નથી, પરંતુ સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા મહત્વપૂર્ણ પ્રયાસ છે. ૧૦ વરિષ્ઠ IPS અધિકારીઓના રાત્રિરોકાણ અને ગ્રામજનો સાથેના સીધા સંવાદથી પોલીસ અને પ્રજા વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનશે.
કયા IPS અધિકારીને કયા સરહદી ગામની જવાબદારી પૂર્વ કચ્છ - ગાંધીધામ
કલ્યાણપર અને બાંભણકાઃ IGP સંદીપ સિંહ (વડોદરા રેન્જ)વરસારા અને ધડકાઃ SP રવિ મોહન સૈની (જામનગર)પશ્ચિમ કચ્છ - ભુજસુમરાપોર અને મોટા પૈયાઃ સંયુક્ત પોલીસ કમિશનર શરદ સિંઘલ (અમદાવાદ ક્રાઈમ)અટાડા અને લાખાપરઃ IGP એન.એન. ચૌધરી (ઈન્ટેલિજન્સ-૨)મીઠડી અને ભગડિયાઃ IGP મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ (કાયદો અને વ્યવસ્થા)રતાડિયા અને રોહતલઃ SP અક્ષય રાજ (ભરૂચ)વાવ-થરાદકારેલી અને બારડવીઃ DIGP વિધિ ચૌધરી (પંચમહાલ-ગોધરા રેન્જ)બુકણા અને નડોદરઃ SP યશપાલ જગાણીયા (અમદાવાદ પશ્ચિમ રેલવે)બોખ અને નેસડા : SP એમ.જે. ચાવડા (સ્ટેટ મોનિટરિંગ સેલ) પાટણદાત્રાણા અને બરારા : DCP મયુર ગુલાબરાવ પાટીલ (અમદાવાદ શહેર ઝોન-૪)
(4:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
