<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

નવસારીના ગણદેવીના ઉંડાચ ગામમાં તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય સેજલ પટેલ પર હુમલો

સેજલ પટેલે ચાર અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો:ગૌચર જમીન મુદ્દે અરજી કર્યા બાદ હુમલો થયાનું પણ તેમણે જણાવ્યું

નવસારીના ગણદેવી તાલુકાના ઉંડાચ ગામમાં તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય સેજલ પટેલ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. સેજલ પટેલે ચાર અજાણ્યા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. ગૌચર જમીન મુદ્દે અરજી કર્યા બાદ હુમલો થયાનું પણ તેમણે જણાવ્યું છે.

  હુમલામાં ઇજાગ્રસ્ત સેજલ પટેલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બીલીમોરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો અને તેમાં કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સોની ઓળખ અને ઘટનાના કારણ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે.

(7:33 PM IST)