<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

રાજ્યમાં સ્વતંત્રપર્વની થશે રંગેચંગે ઉજવણી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ કરશે અમરેલીમાં ધ્વજવંદન : જાણો ક્યાં મંત્રી ક્યાં જિલ્લામાં કરશે ધ્વજવંદન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા અને નાણામંત્રી કનુભાઈ કરશે સુરતમાં ધ્વજવંદન :રાજકોટમાં કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણી અને અમદાવાદમાં ઋષિકેશ પટેલના હસ્તે ધ્વજવંદન કરાશે

( અશ્વિન વ્યાસ દ્વારા ) ગાંધીનગર : રાજ્યમાં સ્વતંત્રપર્વની રંગેચંગે ઉજવણી થશે, આગામી 15મી ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી સહીત મંત્રીમંડળના સભ્યો ધ્વજવંદન કરશે.

 ક્યાં મંત્રી ક્યાં જિલ્લામાં ધ્વજવંદન કરશે તેની વિગત જોઈએ તો 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમરેલીમાં,નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વડોદરામાં,નાણમંત્રી કનુભાઈ પટેલ સુરતમાં,કેબિનેટમંત્રી જીતુભાઇ વાઘાણી રાજકોટમાં,ઋષિકેશ પટેલ અમદાવાદમાં .કુંવરજીભાઇ બાવળીયા પોરબંદરમાં,નરેશભાઈ પટેલ વલસાડમાં,અર્જુનભાઈ મોઢવાડીયા જામનગરમાં,પ્રદ્યુમન વાજા સાબરકાંઠામાં,રમણભાઈ સોલંકી અરવલ્લીમાં ,તેમજ રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ નર્મદામાં પ્રફુલ પાનસેરિયા ભરૂચમાં, મનીષાબેન વાકીલ છોટા ઉદેપુરમાં,પરસોતમભાઇ સોલંકી ગીર સોમનાથમાં,કાંતિભાઈ અમૃતિયા કચ્છમાં અને રમેશભાઈ કટારા પંચમહાલમાં ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી વાવ થરાદમાં અને ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી તાપીમાં ધ્વજવંદન કરશે 

(11:47 PM IST)