News of Thursday, 24th September 2026
સુરતમાં ચોમાસાની સ્થિતિ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો
મચ્છરના ઉપદ્રવને નિયંત્રિત કરવા મનપાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે અને તપાસ :અત્યાર સુધીમાં 20.36 લાખ જેટલા ઘરોની તપાસ: કુલ 33,276 જેટલા મચ્છરના સ્પોટ મળી આવ્યા

સુરતમાં ચોમાસાની સ્થિતિ વચ્ચે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસમાં વધારો નોંધાતા સુરત મહાનગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી કામગીરી તેજ કરવામાં આવી છે. મચ્છરના ઉપદ્રવને નિયંત્રિત કરવા મનપાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
મનપાના અભિયાન દરમિયાન અત્યાર સુધીમાં 20.36 લાખ જેટલા ઘરોની તપાસ કરવામાં આવી છે. તપાસ દરમિયાન વિવિધ સ્થળોએ મચ્છરના બ્રિડિંગ સ્પોટ મળી આવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
સર્વે દરમિયાન કુલ 33,276 જેટલા મચ્છરના સ્પોટ મળી આવ્યા હતા. આ પૈકી 5,512 સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી હતી. નિયમભંગ બદલ તંત્ર દ્વારા અંદાજે રૂ.13 લાખનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે.
મનપા દ્વારા લોકોને ઘરો અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ન રહે તે માટે ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી રહી છે. મચ્છરના પ્રજનન માટે અનુકૂળ સ્થળો દૂર કરવા અને સ્વચ્છતા જાળવવા પર ભાર મૂકાયો છે.
છેલ્લા ચાર મહિનાના આંકડાઓમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં વધારો જોવા મળ્યો છે. જૂન મહિનામાં મેલેરિયાના 82 કેસ નોંધાયા હતા. જુલાઈમાં આ આંકડો વધીને 107 અને ઓગસ્ટમાં 112 કેસ થયો હતો. ડેન્ગ્યુના કેસ જૂનમાં 72, જુલાઈમાં 90 અને ઓગસ્ટમાં 105 નોંધાયા હતા. સતત વધતા આંકડાઓને પગલે મચ્છરજન્ય
આરોગ્ય વિભાગ દ્વારા સામાન્ય તાવને પણ અવગણવો નહીં અને જરૂરી જણાય ત્યારે ડેન્ગ્યુ સહિતના રોગોની તપાસ કરાવવા અપીલ કરવામાં આવી છે. લોકો પોતાના ઘર અને આસપાસના વિસ્તારોમાં પાણીનો ભરાવો ન થાય તેની ખાસ કાળજી રાખે તેવી સૂચના આપવામાં આવી છે.
(12:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
