News of Friday, 27th November 2026
સુરતમાં અકાઇ ઇન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાઇકેમ કંપની પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા :80થી વધુ અધિકારીઓની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન
મુંબઈ અને સુરત ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા સંયુક્ત કાર્યવાહી : મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત બંને કંપનીઓનાં વિવિધ સ્થળોએ તપાસ:ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહનાં નિવાસસ્થાને પણ તપાસ

સુરતમાં અકાઇ ઇન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાઇકેમ કંપની પર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. મુંબઈ અને સુરત ઇન્કમટેક્સ વિભાગની DDI વિંગ દ્વારા સંયુક્ત રીતે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મુંબઈમાં રજિસ્ટર્ડ અને સુરતમાં કાર્યરત બંને કંપનીઓનાં વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત અરિહંત ડાઇકેમના ડિરેક્ટર મિલન શાહ અને રોહન શાહનાં નિવાસસ્થાને પણ ઇન્કમટેક્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે. મુંબઈ સ્થિત કંપનીની ઓફિસ અને અન્ય ધંધાકીય સ્થળો પર પણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
દરોડા દરમિયાન કંપનીઓના દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને આર્થિક હિસાબોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ સમગ્ર કાર્યવાહી માટે 80થી વધુ અધિકારીઓની ટીમ જોડાઈ છે. બંને કંપનીઓના નાણાકીય વ્યવહારોને લઈને ઇન્કમટેક્સ વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
