<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

સીમઆમલી નવી વસાહતમાં નવી પ્રાથમિક શાળાનું લોકાર્પણ

તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ વસાવાના હસ્તે નવા શાળા મકાનનું ઉદ્ઘાટન, શાળા પ્રવેશોત્સવમાં પણ જોડાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : સાગબારા તાલુકાના સીમઆમલી (નવી વસાહત) ગામ ખાતે પ્રાથમિક શાળાના નવા મકાનનું ઉદ્ઘાટન તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશ વસાવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. નવા શાળા ભવનના લોકાર્પણ પ્રસંગે ગ્રામજનો, શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શાળા પ્રવેશોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રવેશ મેળવનાર બાળકોનું તિલક કરીને અને શૈક્ષણિક કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપી બાળકોને નિયમિત અભ્યાસ કરવા અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જગદીશ વસાવાએ જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ શાળા ભવનો જરૂરી છે અને સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે સતત વિકાસલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનોએ નવા શાળા મકાનના નિર્માણ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો

(11:02 PM IST)