<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

ડેમરેજ ચાર્જના વધી રહેલા બિનજરુરી ભારણથી આયાત-નિકાસકારો ત્રસ્‍ત

એરપોર્ટ સ્‍ટાફની અછત હોવાર્થી બિલ ઓફ એન્‍ટ્રિના ક્‍લિયરિંગ અટવાયા : કર્મચારીઓની નિવૃત્તિ પછી નવા સ્‍ટાફ મળવામાં થતાં વિલંબને કારણે આયાત-નિકાસકારોની હાલાકીમાં વધારો થયો : એક્‍સપોર્ટ-ઇમ્‍પોર્ટમાં વિલંબી કન્‍સાઈનમેન્‍ટ પડી રહ્યા છે

અમદાવાદ,તા.૩૦: અમદાવાદ એરપોર્ટ પર સ્‍ટાફની અછત હોવાને કારણે નિકાસકારોના શિપિગ બિલ તથા આયાતકારોની બિલ ઓફ એન્‍ટી ક્‍લિયર અને શિપિગ બિલ કિલયર થવાની કામગીરી ખોરવાઈ રહી છે. તેના કારણોમાં ઊંડા ઉતરતાં જાણકારો કહે છે કે સૌથી પહેલા તો ઊનાળાના વેકશન અને તે પછીના ગાળામાં કમચારીઓની બદલીઓ થઈ રહી હોવાની આ સમસ્‍યા નડી રહી છે. બીજીતરફ એરપોર્ટ પર સ્‍ટાફની અછત પણ મોટી છે. ઓછા સ્‍ટાફ ઉપરાંત રજા પર ઉતરેલા સ્‍ટાફના સંભ્‍યોને કારણએ અછત વરતાઈ રહી છે.

એરપોર્ટ કસ્‍ટમ્‍સમાંથી પણ કર્મચારીઓ આજથી નિવૃત્ત થઈ રહ્યા છે. તેમના વિકલ્‍પ નવા માણસો મૂકવામાં આવ્‍યા ન હોવાથી પણ બિલ ઓફ એન્‍ટ્રિ અને શિપિગબિલના ક્‍લિયરન્‍સી કામગીરી અટકી કે મંદ પડી રહી છે. પરિણામે નિકાસ માટે ક્‍લિયર થવાને પા શિપિગભિલ કે પછી આયાતકારના આવાતને પાત્ર ભિલ ઓફ એન્‍ટ્રી પર ક્‍લિયર થતી નથી. પરિણામે અમદાવાદ એરપોર્ટ કસ્‍ટમ્‍સ પર બિલ ઓફ એન્‍ટ્રી અને શિપિગ બિલના ક્‍લિયરિગની કામગીરી ખાસ્‍સી ધીમી પડી ચૂકી છે. કસ્‍ટમ્‍સ હાઉસ એજન્‍ટ્‍સના પણ પરિણામે કામકાજ થતાં પથી. બિલ ઓફ એર્નિટ્રે ક્‍લિયર ન થતી હોવાથી માલરવાના કરવા ઇચ્‍છનારાઓને નોટિસ પાઠવવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ અમદાવાદ એરપોર્ટ પર છેલ્‍લા ત્રણેક દિવસથી બિલ ઓફ એન્‍ટ્રી ક્‍લિયર જ થઈ રહી નથી. આમ બિલ ઓફ એન્‍ટ્રીહેઠલના ડોક્‍યુમેન્‍ટ્‍સ ક્‍લિયર થતા નથી. બદલી થઈને આવેકા કામદારોને તેમના કાર્યક્ષેત્રનો વ્‍યવસ્‍થિત સોંપવા માટે દર વરસે કરવામાં આવતી મેપિગની કવાયત કર્યા પછી તેની વિગતો સંબંધિત વિભાગ સુધી પહોંચી જ ન હોવાની જાણકારી મળી રહીછે. આ મેપિગ પછી મેનપાવર ડિઝાઈન કરવા માટેની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે. મેપિગમાં બદલી લઈને આવેલા કર્મચારીને કઈ જવાબદારી સોંપવી તે નક્કી કરવામાં આવે છે.

 મેપિગ થયા પછી ટ્રાન્‍સફર થાય છે. પરિણામે તેમને માથે ડેમરેજ અને ડિટેન્‍કાન ચાર્લ લગાડવામાં કેટ સહિતના અન્‍ય ચાર્જનો બોજ લાગી રહ્યો છે. એક અંદાજ મુજબ અમદાવાદ એરપોર્ટ પર ૩૦૦થી વધુ બિલ એન્‍ટ્રી છતરપિડીની રકમ ઉપાડી ગયો છે. આઈસીડી ખોડિયારમાં પણ સ્‍ટાહ ની અચત વરતાઈ રહી છે. આસિસ્‍ટન્‍ટ કમિશનરની ૩૯ ખાલી જગ્‍યા સામે માત્ર ચાર જ જગ્‍યા પર માણસો છે. નવી નિમણૂકો થવામાં વિલંબ થઈ રહ્યો છે

(10:11 AM IST)