<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વની બેઠક પૂર્ણ: કાલે ફરી મોવડીઓ મળશે

બેઠકમાં પ્રાદેશિક પ્રતિનિધિત્વ, જાતિગત સમીકરણો અને સંગઠનાત્મક સંતુલન જાળવવા વિશે વિસ્તૃત ચર્ચા

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નિવાસસ્થાને યોજાયેલી ગુજરાત પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને મહાનગરપાલિકાઓના નવા હોદ્દેદારોના નામ નક્કી કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. 

  આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ 15 મહાનગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા ટોચના હોદ્દેદારો નક્કી કરવા.ચર્ચા વિચારણા કરાઈ હતી 

 ભાજપ હાઈકમાન્ડ આ વખતે વરિષ્ઠ નેતાઓની જગ્યાએ યુવા નેતૃત્વ અને સ્વચ્છ છબી ધરાવતા નવા ચહેરાઓને આગળ લાવવા પર ખાસ ભાર મૂકી રહ્યું છે.

બેઠકમાં પ્રાદેશિક પ્રતિનિધિત્વ, જાતિગત સમીકરણો અને સંગઠનાત્મક સંતુલન જાળવવા વિશે વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું જાણવા મળે છે .

બૂથ સ્તરે સંગઠન મજબૂત કરવા, યુવા અને મહિલા મતદારો સુધી પહોંચ વધારવા તેમજ ડિજિટલ કેમ્પેઇનને વેગ આપવા અંગે પણ ચર્ચા થઈ હતી .

આ બેઠકમાં નક્કી થયેલા નામોની આખરી યાદી કેન્દ્રીય નેતૃત્વની મંજૂરી બાદ 19 મે આસપાસ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે

 

(8:12 PM IST)