<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th October 2026

પાલનપુરમાં સ્વનિર્ભર શાળાના સંચાલકોની મહત્વપૂર્ણ બેઠક :વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે લડત અંગે રણનીતિ પર ચર્ચા

વધતી જતી વહીવટી પ્રક્રિયાઓ અને નિયંત્રણોના કારણે શાળાઓનું સંચાલન મુશ્કેલ: ખર્ચમાં વધારો અને નિયમોની જટિલતાના કારણે સ્વનિર્ભર શાળાઓ પર વધારાનું આર્થિક અને વહીવટી ભારણ

પાલનપુરમાં સ્વનિર્ભર શાળાના સંચાલકોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. શાળાઓ સામે ઊભી થઈ રહેલી વહીવટી મુશ્કેલીઓ, RTEની ચુકવણી, ફી નિર્ધારણ સહિતના વિવિધ મુદ્દાઓને લઈને સંચાલકોએ ચર્ચા કરી હતી. સંચાલકોનું કહેવું છે કે સરકાર દ્વારા ખાનગી શાળાઓ માટે દિવસેને દિવસે નિયમો કડક બનાવવામાં આવી રહ્યા છે, જેના કારણે શાળાઓ ચલાવવી મુશ્કેલ બની રહી છે. ત્યારે આ તમામ પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સમક્ષ કઈ રીતે રજૂઆત કરવી અને જરૂર પડે તો કઈ રીતે લડત આપવી, તેને લઈને બેઠકમાં રણનીતિ નક્કી કરવામાં આવી હતી.

સંચાલકોનું કહેવું છે કે વધતી જતી વહીવટી પ્રક્રિયાઓ અને નિયંત્રણોના કારણે શાળાઓનું સંચાલન મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને ખર્ચમાં વધારો અને નિયમોની જટિલતાના કારણે સ્વનિર્ભર શાળાઓ પર વધારાનું આર્થિક અને વહીવટી ભારણ આવી રહ્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓને લઈને સંચાલક મંડળે આગામી દિવસોમાં સરકાર અને સંબંધિત વિભાગ સમક્ષ રજૂઆત કરવાની દિશામાં ચર્ચા કરી હતી. સાથે જ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો સંગઠિત રીતે કઈ પ્રકારની લડત ચલાવવી, તેની રણનીતિ અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી 

(6:55 PM IST)