તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
રાજ્યમાં શ્રમિકોની સુરક્ષા અને સુખાકારી માટે મહત્વનો નિર્ણય : ૧૦ કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતી સંસ્થાઓ માટે શ્રમ સેતુ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી ફરજિયાત
કેન્દ્ર અને રાજ્ય સરકારના OSH&WC કોડ અંતર્ગત નવી સંસ્થાઓએ ૬૦ દિવસમાં અને ચાલુ સંસ્થાઓએ ૧૮૦ દિવસમાં ‘ફોર્મ-૧’ ભરી નોંધણી પ્રમાણપત્ર મેળવવું પડશે : પ્રમાણપત્ર સંસ્થાના મુખ્ય સ્થળે પ્રદર્શિત કરવું અનિવાર્ય

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: રાજ્યમાં શ્રમિકોની સુરક્ષા, આરોગ્ય અને કામકાજની સ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી શ્રમ આયુક્તની કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના ‘ધી ઓક્યુપેશનલ સેફ્ટી, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન કોડ, ૨૦૨૦’ (OSH&WC Code) અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરાયેલા નિયમો અંતર્ગત હવે ૧૦ કે તેથી વધુ શ્રમયોગીઓ ધરાવતા તમામ કારખાના, બાંધકામ સ્થળો, ઔદ્યોગિક તેમજ વ્યાપારી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત બનાવાઈ છે.
રાજ્યની તમામ પાત્રતા ધરાવતી સંસ્થાઓ સરળતાથી નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા કાર્યરત કરવામાં આવેલા શ્રમ સેતુ પોર્ટલ (https://shramsetu.gujarat.gov.in) મારફતે અરજી કરવાની રહેશે. આ નવી જોગવાઈ મુજબ, નવી સ્થપાતી સંસ્થાઓએ કોડ લાગુ થયાના ૬૦ દિવસની અંદર ‘ફોર્મ-૧’ ઓનલાઈન ભરીને નોંધણી પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. આ ઉપરાંત જૂના શ્રમ કાયદા હેઠળ પહેલેથી નોંધાયેલી હાલની ચાલુ સંસ્થાઓએ આ કોડ અમલમાં આવ્યાના ૧૮૦ દિવસની અંદર ‘ફોર્મ-૧’ ઓનલાઈન ભરીને પોતાનું નોંધણી પ્રમાણપત્ર ફરજિયાતપણે અપડેટ કરાવવાનું રહેશે.
તમામ સંસ્થાના માલિકોએ મેળવેલું નોંધણી પ્રમાણપત્ર પોતાની સંસ્થાના મુખ્ય સ્થળે પ્રત્યક્ષ અથવા ડિજિટલ સ્વરૂપે સ્પષ્ટ દેખાય તે રીતે પ્રદર્શિત કરવું અનિવાર્ય રહેશે. સંબંધિત કાર્યક્ષેત્રની તમામ સંસ્થાઓ નિર્ધારિત સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા શ્રમ આયુક્તની કચેરી દ્વારા યાદી જાહેર કરીને જણાવાયું છે.
(3:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
