તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
ગુજરાતની 4,700 સરકારી શાળાઓમાં LBD લેબ સ્થાપિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય
ડિજિટલ શિક્ષણને મળશે વેગ, શિક્ષકોને તાલીમથી લઈને લેબ જાળવણી સુધીની કામગીરી શરૂ :સંબંધિત શાળાઓને એજન્સી સાથે સંપૂર્ણ સંકલન રાખવા સૂચના

ગાંધીનગર: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં ડિજિટલ શિક્ષણને વધુ આધુનિક અને અસરકારક બનાવવા સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ રાજ્યની અંદાજે 4,700 સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં 'લર્નિંગ બાય ડૂઇંગ (LBD) લેબ' સ્થાપિત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સત્તાવાર સૂચનાઓ મોકલવામાં આવી છે.
નવી દિલ્હીની ટેલિકોમ્યુનિકેશન્સ કન્સલ્ટન્ટ્સ ઇન્ડિયા લિમિટેડ (TCIL) દ્વારા નિયુક્ત એજન્સી રાજ્યભરની શાળાઓમાં LBD લેબની સ્થાપના, જરૂરી ડિજિટલ સાધનોની ઉપલબ્ધતા, જાળવણી અને શિક્ષકોને તાલીમ આપવાની કામગીરી હાથ ધરશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન સંબંધિત શાળાઓને એજન્સી સાથે સંપૂર્ણ સંકલન રાખવા સૂચના આપવામાં આવી છે.
લેબ શરૂ થાય તે પહેલાં શાળાઓએ જરૂરી રૂમ, વીજળી, ઇન્ટરનેટ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની રહેશે. સાથે જ લેબમાં સ્થાપિત તમામ સાધનોની સુરક્ષા અને યોગ્ય જાળવણીની જવાબદારી પણ શાળા સંચાલનની રહેશે.
વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી વધુ અસરકારક શિક્ષણ મળી રહે તે માટે શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવશે. તાલીમ બાદ શિક્ષકો ટેક્નોલોજી આધારિત શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન કરી શકશે, જેથી વિદ્યાર્થીઓમાં પ્રયોગાત્મક અભ્યાસ અને ડિજિટલ કૌશલ્યનો વિકાસ થશે.
LBD લેબમાં લેબ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓનલાઈન ટ્રેનિંગ, ડિજિટલ શૈક્ષણિક સામગ્રી, વીડિયો કન્ટેન્ટ અને QR કોડ આધારિત માર્ગદર્શિકા જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્ય સરકારનો હેતુ સરકારી શાળાઓમાં ગુણવત્તાયુક્ત, ટેક્નોલોજી આધારિત અને પ્રયોગાત્મક શિક્ષણને વધુ મજબૂત બનાવવાનો છે
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
