News of Friday, 24th July 2026
ગુજરાત સરકાર દ્વારા ૭.૫૬% રાજ્ય વિકાસ લોન, ૨૦૨૬ ની પુનઃચૂકવણીની મહત્વપૂર્ણ જાહેરાત : ૨૪ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ વ્યાજ સહિત પાકતી મુદતનું ચુકવણું કરાશે
બેંક વિગતો મેળવી વિજાણુ માધ્યમોથી સીધી ખાતામાં ચૂકવણી કરાશે : ઇલેક્ટ્રોનિક સુવિધાના અભાવે ધારકોએ ૨૦ દિવસ પહેલાં જાહેર દેવા કચેરી ખાતે જામીનગીરીઓ જમા કરાવવી પડશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા તા. ૨૪ જુલાઈ, ૨૦૨૬ ના રોજ જારી કરાયેલી અખબારી યાદી અનુસાર, જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે કે નાણા વિભાગના જાહેરનામા ક્રમાંક: જીએન-૫૦-ઓએમબી-૧૦-૨૦૧૬-૧૬૧-ડીએમઓ (તારીખ: ઓગસ્ટ ૧૯, ૨૦૧૬) અનુસાર '૭.૫૬% ગુજરાત રાજ્ય વિકાસ લોન, ૨૦૨૬' ની બાકી રહેતી લોનની રકમ તારીખ: ઓગસ્ટ ૨૩, ૨૦૨૬ સુધીના લેણાં વ્યાજ સાથે તારીખ: ઓગસ્ટ ૨૪, ૨૦૨૬ ના રોજ દાર્શનિક કિંમતે ચુકવવામાં આવશે. જો તે દિવસે કોઈ પણ રાજ્ય દ્વારા વટાઉખત અધિનિયમ, ૧૮૮૧ હેઠળ જાહેર રજા જાહેર કરવામાં આવશે તો લોનનું ચુકવણું ચુકવણા અધિકારી મારફતે આગળના ચાલુ દિવસે કરવામાં આવશે. તારીખ ઓગસ્ટ ૨૪, ૨૦૨૬ અને ત્યારબાદ આ લોન પર કોઈ પણ વ્યાજ મળવાપાત્ર રહેશે નહીં.
ચૂકવણીની પ્રક્રિયા અને બેંક વિગતો જમા કરાવવાની રહેશે:
સરકારી જામીનગીરી વિનિયમો-૨૦૦૭ના પેટા-વિનિયમ ૨૪(૨) અને ૨૪(૩) મુજબ, સહાયકારી સામાન્ય ખાતાવહી, અંગભૂત સહાયકારી હિસાબ કે શેર પ્રમાણપત્રના સ્વરૂપમાં ધારણ કરેલ સરકારી જામીનગીરીના નોંધાયેલ ધારકને પાકતી મુદતે ઉપજની ચૂકવણી તેના બેંક ખાતાની સુસંગત વિગતોને સમાવિષ્ટ કરતા ચૂકવણી હુકમથી કે વિજાણુ માધ્યમો મારફત ભંડોળ મેળવવાની સુવિધાઓ ધરાવતી કોઈપણ બેંકમાં ધારકના ખાતામાં જમા કરીને કરવામાં આવશે. ચૂકવણીના હેતુ માટે મૂળ બચતદાર, અનુગામી ધારકો અથવા બેંક, તિજોરી/પેટા-તિજોરી કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખા (જ્યાં વ્યાજની ચૂકવણી માટે નોંધાયેલા હોય) પોતાના બેંક ખાતાની સુસંગત વિગતો રજૂ કરવાની રહેશે.
જાહેર દેવા કચેરી અને નિયમો અંગેની સૂચનાઓ:
જો બેંકની સુસંગત વિગતો કે વિજાણુ માધ્યમો મારફત ભંડોળ મેળવવાના આદેશનો અભાવ હોય, તો અંતિમ તારીખે પુનઃચૂકવણીને સરળ બનાવવા માટે ૭.૫૬% ગુજરાત રાજ્ય વિકાસ લોન, ૨૦૨૬ નો હિસ્સો ધરાવતા ધારકોએ ૨૦ દિવસ પહેલાં જાહેર દેવા કચેરી ખાતે પોતાની જામીનગીરીઓ રજૂ કરવી અથવા જમા કરાવવી પડશે. પુનઃચૂકવણી માટે રજૂ કરાયેલ જામીનગીરીઓની ઉલટી બાજુ પર "પ્રમાણપત્ર અંગેની મુદ્દલ બાકી રકમ/લેણું મળેલ છે" ની યોગ્ય નોંધ કરવાની રહેશે.
ગુજરાત સરકારના નાણા વિભાગના સંયુક્ત સચિવ અરવિંદ વી. દ્વારા જારી કરાયેલી આ યાદીમાં વધુમાં જણાવાયું છે કે, જો જામીનગીરીઓ સ્ટોક સર્ટિફિકેટના રૂપમાં હોય, તો તેવી જામીનગીરીઓ તિજોરી કે પેટા-તિજોરીમાં રજૂ કરવાના બદલે સરકારી તિજોરીનું કામ કરતી સંબંધિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં રજૂ કરવાની રહેશે. જામીનગીરીઓ ચૂકવણી માટે જ્યાં રજૂ કરવામાં આવતી હોય તે સિવાયના અન્ય સ્થળોએ ચૂકવણી મેળવવા ઈચ્છતા ધારકોએ વિધિસર શેરો અને દરખાસ્ત કરીને સંબંધિત પબ્લિક ડેબ્ટ ઓફિસને રજિસ્ટર્ડ અને વીમો ઉતરાવેલ ટપાલ દ્વારા મોકલવાની રહેશે. પબ્લિક ડેબ્ટ ઓફિસ કોઈપણ તિજોરી, પેટા-તિજોરી અથવા ગુજરાત રાજ્યમાં સરકારી તિજોરીનું કામકાજ કરતી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખા ખાતે ચુકવવાપાત્ર ડ્રાફ્ટ કાઢી આપીને ચૂકવણી પૂર્ણ કરશે.
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
