<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st April 2026

વેકેશનની અસરઃ ઉત્તર ભારત જતી ટ્રેનોમાં ભારે ભીડ,રેલવે સ્‍ટેશનો પર મુસાફરોની દયનીય હાલત

મોટાભાગની ટ્રેનો એપ્રિલ-મે માસના મહત્તમ દિવસો માટે હાઉસફૂલ ! : અમદાવાદ સહિતના સ્‍ટેશનો પર મુસાફરોનું અતિભારે દબાણ, ટ્રેનો અપૂરતી સાબિત થઈ રહી છે

અમદાવાદ,તા.૨૧: અમદાવાદથી કરીને તરફ જે હાલમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મોટાભાગની ટ્રેનો હાઉસફૂલની સ્‍થિતિમાં છે. ઉનાળા વેકેશનમાં લગ્ન સહિતના સામાજિક કામો માટે વતન જવા માંગતા પરપ્રાંતિય પરિવારો ટ્રેનની કન્‍ફર્મ ટિકિટ અને જનરલ કોચમાં બેસવાની જગ્‍યાને લઇને પારાવાર હાલાકીઓ ભોગવી રહ્યા છે. તેમાંય વળી રેલવેના વિવિધ ઝોનના, વિવિધ વિભાગોમાં ચાલી રહેલા ઈજનેરી કામોના કારણે ટ્રેનો રદ થવી, ડાયવર્ટ થવી કે મોડી પડવાના કારણે પણ મુસાફરો ત્રસ્‍ત છે.

અમદાવાદ વિભાગમાં અમદાવાદ, મણિનગર, અસારવા, સાબરમતી સહિતના સ્‍ટેશનો પરથી ઉપડતી ટ્રેનોમાં રિઝર્વેશન ન મળતા મુસાફરો જનરલ કોચમાં બેસવા મજબૂર છે. પ્‍લેટફોર્મ અને ટિકિટ કાઉન્‍ટરો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. ટ્રેનો મોડી પડવાની સ્‍થિતિમાં મુસાફરો કલાકો પ્‍લેટફોર્મ સ્‍થિતિમાં ગરમીમાં બેસી રહ્યા છે. પાણી, બેઠકો અને સફાઈ જેવી સુવિધાઓ પર દબાણ વધી ગયું છે. ઉનાળાની રજાઓને ધ્‍યાને લઈને પ્રવાસીઓની સંખ્‍યામાં અચાનક વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્‍હી તરફ વધુ ધસારો જોવા મળી રહ્યો છે. રેલવે દ્વારા મુસાફરોની ભીડને જોતા સમર સ્‍પેશિયલ ટ્રેનો દોડાવવવામાં આવી રહી છે. જે પણ હાલ અપુરતી સાબિત થઈ રહી છે. આશ્રમ એક્‍સપ્રેસા ૧૨૯૧૫) માં એપ્રિલ માસમાં ૧૦૦ થી ૧૩૧ સુધીનું વેઇટિગ લિસ્‍ટ બોલાઈ રહ્યું છે. અમદાવાદથી પટના જતી ૧૯૪૮૩ ટ્રેનમાં ૧૪૦ થી વધુનું વેઇટિગ લિસ્‍ટ બોલાઈ રહ્યું છે. જયારે ૧૯૪૧૨ ટ્રેનમાં પણ ૧૫૦ થી વધુનું વેઈ ટિગ લિસ્‍ટ સ્‍લીપર ક્‍લાસમાં જોવા મળી રહ્યું છે.

 

(10:16 AM IST)