<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

મહેસાણા જિલ્લામાં માવઠાની અસર:વિજાપુર પંથકમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતામાં વધારો

મગફળી અને કપાસના પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા:વરસાદી માહોલને પગલે ખેતરોમાં રહેલા અન્ય તૈયાર પાક અંગે પણ ચિંતા

અમદાવાદ :ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં પણ માવઠાની અસર જોવા મળી છે. વિજાપુર પંથકમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ખેતરોમાં તૈયાર થયેલી મગફળી અને કપાસ જેવા પાકને વરસાદથી નુકસાન થયાની માહિતી સામે આવી છે. ખાસ કરીને પાક તૈયાર થવાના સમયે વરસાદ વરસતાં ખેડૂતો માટે નવી સમસ્યા ઊભી થઈ છે. મગફળી અને કપાસના પાકને થયેલા નુકસાનને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદી માહોલને પગલે ખેતરોમાં રહેલા અન્ય તૈયાર પાક અંગે પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે.  

(11:44 PM IST)